ગુડી પડવો આપે છે સાત સંદેશ…..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read
ગુડી બાંધવી – દરેક પરિવારમાં પોતાની યોગ્યતા પ્રમાણે સુંદરમાં સુંદર સાડીને લાકડી ઉપર લપેટીને  તેની સાથે બ્લાઉઝ પીસ, ચાંદલો અને મંગળસૂત્ર ઘરના દરવાજે ધ્વજા તરીકે લહેરાવામાં આવે છે. આ મહિલાઓના સશક્તીકરણ અને સન્માનનું પ્રતિક છે. આભૂષણ મહિલાઓની ગરિમાનું પ્રતિક છે.
 સૂર્યોદય સમયે ગુડી બાંધવી – ભારતીય સંસ્કૃતિમાં સૂર્યને ભગવાન માનવામાં આવે છે. પશુ, પંખી, પર્વત, વૃક્ષ દરેક માટે સૂર્ય ખૂબ મહત્વપૂર્ણ છે. એટલા માટે સૂર્યોદય સમયે જ ગુડી બાંધવાની પરંપરા છે.
 સામંજસ્ય – ઘરના પુરુષ ગુડીને બાંધે છે પરંતુ તેને બાંધવા માટેની દરેક વસ્તુઓ ઘરની સ્ત્રી આપે છે, આ દર્શાવે છે કે પરિવાર સ્ત્રી પુરુષના આપસી મેળથી જ ચાલે છે. પરિવારને પરિપૂર્ણ બનાવવા માટે સ્ત્રી પુરુષનો મનમેળ હોવો જરૂરી છે.
 લીમડાના પાન ગુડી પર લીમડાની ડાળી બાંધવામાં આવે છે અને લીમડાના પાન ચાવવામાં આવે છે જે જીવનમાં સુખ સાથે દુખ પણ આવે છે એનું પ્રતિક છે.
 ખાંડની ગાંઠ ગુડીને ખાંડની ગાંઠથી પણ શણગારવામાં આવે છે, ખાંડ મીઠી હોય છે એટલે જીવનમાં દુખના દિવસોને ભૂલી જઇને મીઠાશથી રહેવાનું સુચવે છે.
 શ્રીખંડ – શ્રીખંડ મધુર હોય છે અને શિયાળામાં ઠંડી ચીજો ખાવાની મનાઇ હોય છે એટલે હોળી બાદ આવતા ગુડી પડવાથી તમે ઠંડી ચીજો ખાઇ શકો તેવુ દર્શાવે છે.
મોગરાની માળા – ગુડીને મોગરાની માળાથી શણગારવામાં આવે છે જે દર્શાવે છે કે જીવનને સુવાસથી ભરી દો, આ સિઝનમાં મોગરા ખીલી ઉઠે છે. નાના સફેદ મોગરાની માળા ગુડી ઉપર ચાર ચાંદ લગાવે છે. મોગરો સંદેશ આપે છે કે સુગંધ તેમના આકર્ષણનું મહત્વ છે.
Share This Article