મનોરંજન પાર્ક પ્રવેશ પર જીએસટી દર ઘટ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
Carousel. Horses on a carnival Merry Go Round.

જીએસટી પરિષદ દ્વારા થીમ પાર્ક, વોટર પાર્ક, જોય રાઇડ, મેરી-ગો-રાઉંડ અને નૃત્ય નાટક સહિત મનોરંજન પાર્કોમાં પ્રવેશ પરની સેવાઓનો જીએસટી દર ઘટાડવામાં આવ્યો છે. જીએસટી પરિષદ દ્વારા આ સેવાઓના દરને ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવામાં આવ્યો છે તેની સૂચના ૨૫ જાન્યુઆરીએ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ સેવાઓ પર અત્યાર સુધી ૨૮ ટકા દરથી જીએસટી વસૂલ કરવામાં આવતો હતો. આ દર ઘટાડવામાં આવ્યો કારણ કે ઘણા સ્થળેથી પ્રાપ્ત અરજીઓમાં  એવી દલીલ કરવામાં આવી રહી હતી કે મનોરંજન પાર્ક સામાજિક વાતાવરણને ઉત્તમ બનાવવાની સાથેસાથે મનોરંજનના રૂપમાં બાળકો તથા તેમના પરીવારોને આનંદ આપે છે, તેથી તેના પર જીએસટી દર ઘટાડી ૧૮ ટકા કરવામાં આવે.

અપેક્ષા કરવામાં આવી રહી છે કે રાજ્ય સ્થાનીક સત્તાધારીઓ જેવી કે પંચાયત, નગરપાલિકા, જિલ્લા કાઉન્સિલ દ્વારા મનોરંજન તથા આનંદ પર વસૂલવામાં આવનાર ટેક્સને વધારશે નહિં, જેથી મનોરંજન પાર્ક પર કર ભારણ વધે નહિં. આનાથી જીએસટી દરમાં ઘટાડાનો લાભ બાળકો તથા તેમના પરિવારોને મળી શકે.

Share This Article