નવીદિલ્હી : જીએસટી કાઉન્સિલની મિટિંગ આવતીકાલે ૨૦મી જૂનના દિવસે યોજાનાર છે. મોદી સરકાર સત્તારુઢ થયા બાદ પ્રથમ જીએસટી કાઉન્સિલની આ બેઠક યોજાનાર છે. આ બેઠકનું નેતૃત્વ નાણામંત્રી નિર્મલા સીતારામન કરનાર છે. સતત બીજી અવધિ માટે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ યોજાનારી જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવનાર છે. મળેલી માહિતી મુજબ જીએસટી કાઉન્સિલની બેઠકમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા તથા ઇલેક્ટ્રીક વાહનોના વેચાણને વધારવાના હેતુસર મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે જેના ભાગરુપે ઇલેક્ટ્રીક વાહનો ઉપર જીએસટીને ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી શકે છે. મોદી સરકાર માટે આ સેક્ટરને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
કાઉન્સિલની બેઠકમાં ઇલેક્ટ્રીક વાહનો ઉપર જીએસટીના રેટ ઘટાડવાની સાથે સાથે કાર ઉપર જીએસટી રેટમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. અન્ય રેટ કાપના મુદ્દા ઉપર પણ નિર્ણય લેવામાં આવશે. પંજાબ દ્વારા ઓટો, ટેક્સટાઇલ, એમએસએમઈ અને રિયલ એસ્ટેટ જેવા સેક્ટરો માટે પણ રેટમાં કાપ મુકવામાં આવી શકે છે. હાલમાં નબળી પડેલી માંગણીને પ્રોત્સાહન આપવા માટે રેટમાં કાપ મુકવાની હિલચાલ ચાલી રહી છે. જીએસટી કાયદાઓમાં ફેરફારનો હેતુ કરચોરીને રોકવા માટેનો રહેલો છે.
જીએસટી કાઉન્સિલની બેઠક આવતીકાલે યોજાશે જેમાં જુદા જુદા પાસાઓ પર નિર્ણય લેવામાં આવશે. વરિષ્ઠ સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ દરખાસ્ત ઉપર નિર્ણય લેવામાં આવનાર છે. અન્ય વસ્તુઓની સાથે સાથે ઇવી ઉપર ટેક્સમાં કાપ મુકવામાં આવશે. ઓછી ડ્યુટીના લીધે ભારતમાં મૂડીરોકાણ કરવા વૈશ્વિક કંપનીઓને પ્રોત્સાહન મળશે. સાથે સાથે પ્રદૂષણના સ્તરને ઘટાડવામાં પણ મદદ મળશે. કાઉન્સિલની બેઠકમાં ઇલેક્ટ્રીક વાહનો ઉપર જીએસટી રેટને ઘટાડવાનો ચોક્કસ હેતુ રહેલો છે. જીએસટી રેટમાં ઘટાડો કરવાથી વાહનોના વેચાણને પ્રોત્સાહન મળશે. કાઉન્સિલની બેઠકમાં નેશનલ એન્ટી પ્રોફિટરિંગ ઓથોરિટીની અવધિને વધારવાની દિશામાં પણ નિર્ણય લેવામાં આવી શકે છે. તેમની અવધિને એક વર્ષ માટે લંબાવવામાં આવી શકે છે. નિકાલના જુદા જુદા તબક્કામાં શ્રેણીબદ્ધ કેસો રહેલા છે. આ બેઠકમાં કરચોરીને રોકવા માટે જીએસટી કાયદામાં ફેરફાર અંગે પણ નિર્ણય લેવાશે જેમાં ઇન્ડસ્ટ્રીના સિલેક્ટેડ કેટેગરીની રજૂઆતને લઇને પણ સમાવેશ થાય છે.