દેશમાં કરવેરા વ્યવસ્થામાં વ્યાપક સુધારાના મક્કમ ઇરાદા સાથે પહેલી જુલાઇ૨૦૧૭ના દિવસે જોરદાર ઉજવણીના માહોલમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ અથવા તો ચીજવસ્તુ અને સેવા કર અથવા તો જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવી હતી. આ વ્યવસ્થાને અમલી કરવામાં આવ્યા બાદ હવે બે વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે આ વ્યવસ્થામાં કેટલીક ખામી નિષ્ણાંતો હજુ પણ જાઇ રહ્યા છે. નાના મોટા કારોબારીઓ અને વેપારીઓ સંપૂર્ણપણે વ્યવસ્થાને સમજી શક્યા નથી. જેથી તેને વધુને વધુ સરળ કરવાના પ્રયાસ અને નિર્ણય સતત લેવામાં આવી રહ્યા છે. આ વ્યવસ્થાના ભાગરૂપે ટેક્સની વસુલાત માટે પાંચ જુદા જુદા ટેક્સ સ્લેબમાં ચીજવસ્તુઓ અને સર્વિસને વિભાજિત કરી દેવામાં આવી છે. જે સ્લેબ રાખવામાં આવ્યા છે તેમાં શુન્ય, પાંચ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાનો સમાવેશ થાય છે. હજુ કેટલીક ચીજોને જીએસટી હેઠળ ટેક્સમાં લેવામાં આવી નથી.
જેમાં પેટ્રોલિયમ પેદાશો, શરાબ અને ઇલેકટ્રિસીટીનો સમાવેશ થાય છે. વ્યક્તિગત રાજ્ય સરકારો દ્વારા અલગ રીતે ટેક્સ વસુલ કરવામાં આવે છે. રફ અને અર્ધ કિંમતી સ્ટોન પર ૦.૨૫ ટકાનો ખાસ રેટ રહેલો છે. સોના પર ૩ ટકાનો રેટ છે. જ્યારે કેટલીક વસ્તુઓ પર સેસ લાગુ કરવામા આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવતા જુદા જુદા ટેક્સને બદલે એક ટેક્સ વ્યવસ્થા એક દેશ માટે અમલી કરવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલ દ્વારા ટેક્સ રેટ, નિયમો અને ધારાધોરણ પર નજર રાખે છે. જીએસટી કાઉન્સિલમાં તમામ રાજ્યોના નાણાંપ્રધાનોને આવરી લેવામા આવ્યા છે.
કમનસીબ બાબત એ રહી છે કે આ નવી કરવેરા વ્યવસ્થાની વિચારણા કરનાર અને પ્રણેતા તરીકે રહેલી કોંગ્રેસ પાર્ટીએ ગબ્બર સિંહ ટેક્સનુ નામ આ જીએસટી વ્યવસ્થાને આપીને તમામને હેરાન કરી દીધા છે. જીએસટીને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા દરેક જગ્યાએ જારદાર હજુ જારી રાખ્યો છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસે પ્રચારમાં વારંવાર કહ્યુ હતુ કે જા કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો વર્તમાન જીએસટીની વ્યવસ્થાને બદલી નાંખશે. કોઇ પણ કરવેરા વ્યવસ્થાની જેમ જીએસટીમાં પણ ખિસ્સા તો ગ્રાહકોના ખાલી થનાર હતા અને થઇ રહ્યા છે પરંતુ કારોબારીઓની પરેશાની વધી જવાના કારણે દેશમાં જુદા જુદા વર્ગના કારોબારી નારાજ દેખાયા છે. કારોબારીઓની પરેશાનીનો સિલસિલો શરૂ થયા બાદ હજુ સુધી આ સિલસિલો બે વર્ષ બાદ પણ જારી છે. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ બે વર્ષના ગાળામાં કેવા અનુભવ રહ્યા છે તેની વાત કરવામાં આવે તો અનેક ઉતારચઢાવ થયા છે. વિરોધ પ્રદર્શન અને જુદી જુદી માંગ વચ્ચે જીએસટી કાઉન્સિલની બેઠકમાં વારંવાર સુધારા અને સામાન્ય કારોબારીને રાહત મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
કેટલાક નિષ્ણાંતો તો કહે છે કે મોટા મોટા દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. ગ્રાહક હોય કે વેપારી તમામની નીટ જીએસટીના શરૂઆતી આંચકાના કારણે ખુલી ચુકી છે. અનેક ગેરરિત અને ફરિયાદો સતત સપાટી પર આવતી રહી છે. નિષ્ણાંતો તો અહીં સુધી કહે છે કે જીએસટી જેવી મહાકાય વ્યવસ્થાને દેશમાં લાગુ કરતા વેળા જેટલી તૈયારીની જરૂર હતી તેટલી તૈયારી કરવામાં આવી ન હતી. ૩૦મી જુન અને એક જુલાઇ ૨૦૧૭ની રાત હતી ત્યારે મોટા ભાગના દેશવાસી ઉંઘમાં હતા ત્યારે દિલ્હીમાં રોશની કરવામાં આવી હતી. દિલ્હીના લોકો જાગી રહ્યા હતા. રાજકીય પંડિતો પણ જાગી રહ્યા હતા. કારણ કે જીએસટી વ્યવસ્થા શરૂ કરવાનો દિવસ હતો. જીએસટી વ્યવસ્થાને સત્તાવાર રીતે દેશમાં રજૂ કરવાનો દિવસ હતો. આ કાર્યક્રમ કેટલાક અંશે ૧૪મી ઓગષ્ટ ૧૯૪૭ની જેમ આયોજિત કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ હોલમાં ભારે ઉત્સાહ હતો.
ઉલ્લાસ અને ઉત્સુકતા જાવા મળી રહી હતી. એ વખતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે ઘંટી વગાડીને જએસટી વ્યવસ્થા લાગુ કરવાની જાહેરાત કરી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે આ સ્વતંત્રતા બાદ પરોક્ષ કરવેરામાં સૌથી મોટો સુધારો છે. આના કારણે દેશભરમાં ચીજાની અવર જવર બિલકુલ અડચણમુક્ત બની જશે. સાથે સાથે સમગ્ર ભારત એક બજારમાં ફેરવાઇ જશે. કરવેરા સગ્રહ પ્રક્રિયા સરળ બની જશે. પારદર્શકતા આવશે. કરચોરીને રોકવામાં સફળતા મળશે. ઉદ્યોગો, ઉત્પાદકો અને વેપારીઓની કામગીરી સરળ બની જશે. જીવન વધારે સરળ બની જશે. રોકાણ વધશે. ઔદ્યોગિક વિકાસન ગતિમાં તેજી આવશે. સાથે સાથે જીડીપીની ગતિ પણ વધશે. સૌથી મોટી બાબત એ હતી કે આમાં ગ્રાહકોને લાભ થશે તેવી વાત કરવામાં આવી હતી. જાણકાર લોકો કહે છે કે મધ્યમ વર્ગના લોકો હોય કે મધ્યમવર્ગના ગ્રાહકો હોય કે પછી નાના વેપારીઓ હોય જીએસટી વ્યવસ્થાના શરૂઆતી આંચકાના કારણે તમામની ઉંઘ હરામ થઇ ગઇ હતી.
જીએસટી લાગુ કરવા માટે જેટલા પ્રમાણમાં તૈયારીની જરૂર હતી તે તૈયારી કરવામાં આવી ન હતી. જીએસટીને લાગુ કરવામાં જે પ્રકારની ટ્રેનિંગ અને તૈયારીની જરૂર હતી તે નજરે પડી ન હતી. ઇતિહાસ સર્જવામાં અને નામ કરવાની ઉતાવળ આમાં સ્પષ્ટ દેખાઇ આવી હતી. જીએસટી અમલી બનવાના પ્રથમ ૧૦ મહિનાના ગાળામાં જ સરકારને કુલ ૩૭૬ વખત નિયમો બદલી નાંખવાની જરૂર પડી હતી. ત્યાર બાદ પણ અથવા તો સ્પષ્ટીકરણ જારી કરવાની ફરજ પડી છે.અથવા તો ફરી દરો, છુટછાટો અને રિફંડ આપવાની ફરજ પડી છે. આનો અર્થ એ થાય છે કે જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવ્યા બાદ રોજ એક અથવા તો વધારે નિયમો બદલી નાંખવાની ફરજ પડી છે.