નવી દિલ્હી : ઓટો એલપીજી ઉદ્યોગ દ્વારા જીએસટીના દરોને ઘટાડી દેવા માટેની જોરદાર માંગ કરી છે. ઇન્ડિયન ઓટો એલપીજી કોલિશનના સુયશ ગુપ્તાનુ કહેવુ છે કે સરકારે ઓટો એલપીજીને પણ સીએનજી દેવા સ્વચ્છ ઇધનની જેમ ગણવાની જરૂર છે. સાથે સાથે તેઓએ ઓટો એલજીપીને નાણાંકીય પ્રોત્સાહન આપવા માટેની પણ માંગ કરી છે.
ભારત દુનિયામાં સૌથી વધારે ઝડપથી વધી રહેલા અર્થતંત્ર તરીકે છે. સરકારના પગલાના કારણે પ્રદુષણને રોકવામાં પણ સફળતા મળી શકે છે. આના માટે ઇંધનને પ્રોત્સાહન આપવા માટે નવી પહેલ કરવાની જરૂર દેખાઇ રહી છે. આર્થિક વિકાસ પર જોરદાર ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. જીએસટીમાં કાપ મુકવાની માંગ પહેલા પણ થઇ ચુકી છે.