શ્રીહરિકોટા : ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ જીએસએલવી માક-૩ રોકેટની મદદથી જીએસટ-૨૯ સેટેલાઇટ આજે સફળતાપૂર્વક લોંચ કરતા ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ઇસરો દ્વારા અંતરિક્ષના ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેશ સેન્ટરથી આને લોંચ કરવામાં આવ્યા બાદ ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. સેટેલાઇટ પરિભ્રમણ કક્ષામાં આને સ્થાપિત કરી દેવામાં સફળતા મળી હતી. ઇસરો દ્વારા પાંચમી વખત સફળતાપૂર્વક સેટેલાઇટ લોંચ કરવામાં આવ્યા છે. આ રોકેટમાં દુનિયાના બીજા સૌથી મેટા બુસ્ટર એસ-૨૦૦નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૩૪૨૩ કિલોગ્રામ વજન ધરાવતા આ સેટેલાઇટ ભારતની જમીનથી લોંચ કરવામાં આવેલા સૌથી મોટા સેટેલાઇટ તરીકે ગણવામાં આવે છે.
હાઈથ્રોપુટ કોમ્યુનિકેશન સેટેલાઇટ તરીકે આને જાવામાં આવે છે. આમા મુકવામાં આવેલા ઓપરેશન પેલોડ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ જમ્મુ અને કાશ્મીની સાથે સાથે ઉત્તરપૂર્વીય રાજ્યોને વધારે સારી સેવા ઉપલબ્ધ કરાવશે. આનાથી આ ક્ષેત્રોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટમાં ખુબ જ મદદ મળશે. જીસેટ-૨૯ નવી સ્પેશ ટેકનોલોજીને ટેસ્ટ કરવામાં એક પ્લેટફોર્મની જેમ કામ કરશે. ઇસરોના વડાએ કહ્યું છે કે, ઓપરેશન પેલોડ ઉપરાંત આ સેટેલાઇટ ૩ પ્રદર્શન ટેકનોલોજી, ક્યુ એન્ડ વી બેંડ, ઓÂપ્ટકલ કોમ્યુનિકેશન અને હાઈરેઝુલેશન કમેરા પણ આની સાથે રહેલા છે. ભવિષ્યના સ્પેશ મિશન માટે પ્રથમ વખત આ ટેકનોલોજીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ઇસરોના કહેવા મુજબ જીએસએલવી-એમકે-૩ રોકેટની બીજી ઉંડાણ છે જે લોંચ થયા બાદ ૧૦ વર્ષ સુધી કામ કરશે. લોંચ કરવામાં આવ્યા બાદ પૃથ્વીથી ૩૬૦૦૦ કિલોમીટરના અંતરે જીઓ સ્ટેશનરી ઓરબિટમાં આને સ્થાપિત કરવામાં આવ્યું છે. ભારતના દૂરગામી ક્ષેત્રોમાં હાઈસ્પીડ ડેટાને ટ્રાન્સફર કરવામાં આનાથી મદદ મળશે. જીસેટ-૨૯ને લોંચ કરવા માટે જીએસએલવી-એમકે-૨ રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આને ભારતના સૌથી વજનદાર રોકેટ તરીકે ગણવામાં આવે છે. આનુ વજન ૬૪૦ ટનની આસપાસ છે. આ રોકેટની સૌથી ખાસ બાબત એ છે કે, તે સંપૂર્ણપણે ભારતમાં નિર્મિત છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં ૧૫ વર્ષ લાગ્યા છે. આ રોકેટની ઉંચાઈ ૧૩ માળની ઇમારત બરોબર છે. ચાર ટનના ઉપગ્રહને લોંચ કરવાની તેમા ક્ષમતા છે. પોતાની પ્રથમ ઉંડાણમાં આ રોકેટે ૩૪૨૩ કિલોગ્રામના સેટેલાટિને પરિભ્રમણ કક્ષામાં મુકી દેવામાં સફળતા મેળવી છે. આ રોકેટને સ્વદેશી ટેકનિકથી તૈયાર કરવામાં આવેલા ક્રાઓજેનિક એÂન્જન છે. જેમાં લિÂક્વડ ઓક્સીજન અને હાઈડ્રોજનના ફ્યુઅલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.