અમદાવાદ : દક્ષિણ કોરિયાની જીએસ કેલટેક્સ કોર્પોરેશનની ૧૦૦ ટકા માલિકીની પેટા કંપની જીએસ કેલટેક્સ ઈન્ડિયાએ દેશમાં અગ્રણી લુબ્રિકન્ટ્સ કેટેગરીમાં એક અગ્રણી કંપની તરીકે પોતાનો સ્થાપિત કરવાના વ્યૂહાત્મક પગલામાં ક્રિકેટર શિખર ધવનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યો છે.
આ જોડાણના ભાગરૂપે શિખર ધવન કંપનીની પ્રીમિયમ લુબ્રિકન્ટ્સ રેન્જ અને નવી બિઝનેસ પહેલ માટે જીએસ કેલટેક્સ ઈન્ડિયાનો ચહેરો બનશે.
આ વ્યૂહાત્મક જોડાણના મહત્વ અંગે વાત કરતાં જીએસ કેલટેક્સ ઈન્ડિયા પ્રા. લિ.ના એમડી અને સીઈઓશ્રી રાજેશ નાગરે જણાવ્યું હતું કે, ‘શિખર અને જીએસ કેલટેક્સ બંને સ્માર્ટ પરફોર્મર્સ છે અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં નવા સિમાચિહ્નો સ્થાપિત કર્યા હોવાથી એક કરતાં વધુ રીતે તેઓ એકબીજા માટે એકદમ પરફેક્ટ જોડાણ છે.’
જીએસ કેલટેક્સ સ્માર્ટ ટેક્નોલોજી, પ્રીમિયમ ગુણવત્તા અને સ્માર્ટ પરફોર્મન્સ માટે પ્રખ્યાત છે એ જ રીતે શિખર ધવન ક્રિકેટના ક્ષેત્રમાં આ ગુણવત્તાઓનો પર્યાય છે. તે ખૂબ જ આક્રમક અને ફ્લેમ બોયન્ટ ખેલાડી છે અને આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક સર્કિટ્સ બંનેમાં એક ક્રિકેટર તરીકે તેની સફળતા અમારી પ્રીમિયમ પરફોર્મન્સલક્ષી ઉત્પાદનની ગુણવત્તાના પ્રતિબિંબ સમાન છે. અમે જીએસ કેલટેક્સ પરિવારમાં શિખરને આવકારીએ છીએ અને તેની સાથે લાંબા સમય સુધી સંબંધો જળવાશે તેવી આશા છે.’
જીએસ કેલટેક્સ ઈન્ડિયા પ્રા. લિ.ના જીએ-માર્કેટિંગ કે મધુ મોહને વધુમાં ઉમેર્યું હતું કે, ‘અમારા નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શિખર સાથે કરાર કરતાં અમને ખૂબ જ આનંદ થયો છે. જીએસ કેલટેક્સ પરિવારમાં શિખરનું જોડાણ અમારા લુબ્રિકન્ટ્સની શ્રેષ્ઠ કામગીરી અને પ્રીમિયમ ગુણવત્તા સ્થાપિત કરીને બ્રાન્ડના નોંધપાત્ર પ્રસારનો એક ખૂબ જ સારો માર્ગ છે. ક્રિકેટના ક્ષેત્રમાં વિસ્ફોટક અને પાવર પેક્ડ પરફોર્મન્સ સાથે અમારું માનવું છે કે શિખર સ્માર્ટ પરફોર્મન્સ માટે સ્માર્ટ ટેક્નોલોજીના અમારા મૂળ મૂલ્યોને અભિવ્યક્ત કરે છે. અમને ખાતરી છે કે શિખર સાથેનું અમારું જોડાણ ખૂબ જ મહત્વનું છે અને સમગ્ર દેશમાં અમારા ગ્રાહકો સાથે અમારા જોડાણને વધુ આગળ વધારશે.’
આ જોડાણ અંગે વાત કરતાં શિખર ધવને કહ્યું, ‘મને ખૂબ જ આનંદ થયો છે અને જીએસ કેલટેક્સ પરિવારનો ભાગ બનતાં હું ગર્વ અનુભવું છું. જીએ સકેલટેક્સ લુબ્રિકન્ટ ઉદ્યોગમાં સ્થાપિત નામ છે અને તેના ઉચ્ચસ્તરના ઉત્પાદનો માટે વૈશ્વિકસ્તરે ઓળખ ધરાવે છે. આ રોમાંચક ઈનિંગ્સને આગળ વધારવા પર મારી નજર છે.’