ભારતની સ્પેશિયલ ઇકોનોમી ઝોન (SEZ) નીતિના અભ્યાસ માટે ભારત સરકાર દ્વારા રચાયેલ ‘પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જૂથ’ની પહેલી બેઠક વાણિજ્ય અને નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુની અધ્યક્ષતામાં ૨૨ જૂન, ૨૦૧૮ આયોજીત કરવામાં આવી હતી.
મંત્રીએ આ જૂથના સભ્યો સાથે સેઝની પુરી વ્યવસ્થાની સમીક્ષા કરી સેઝ નીતિને સરળ તથા પારદર્શી બનાવવા માટે જરૂરી ફેરફાર સૂચવવા વિનંતી કરી, જેથી પર્યાવરણ સંબંધિત જરૂરિયાતો સાથે સમાધાન કર્યા વિના ઉદ્યોગોમાં નિયમોને હટાવી શકાય.
ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી આ જૂથના અધ્યક્ષ છે. તેમણે આ વાત પર ભાર મૂક્યો કે આજે સૌથી મોટો પડકાર રોજગારનું સર્જન કરવાનો છે અને આ જૂથનું ફોકસ આ પડકારને પાર પાડવાનું છે. આ સમૂહ આર્થિક પ્રોત્સાહનોની જગ્યાએ રોજગાર આધારિત પ્રોત્સાહન આપવા, સંબંધિત ક્ષેત્રને નવી રીતે તૈયાર કરવા અને વર્તમાન જોગવાઇઓ માટે રાહત સંબંધિત અનુચ્છેદ શરૂ કરવા સંબંધિત સૂચન આપશે.
આ સમૂહે જુલાઇ-૨૦૧૮ના મધ્યમાં પોતાની બેઠક ફરીથી કરવાનો નિર્ણય કર્યો છે અને તેઓ ઓગસ્ટ, ૨૦૧૮ના અંત સુધી રિપોર્ટ રજૂ કરશે.