અમદાવાદ : સિંગતેલના ભાવમાં જોરદાર ભડકો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૦ દિવસના ગાળામાં જ ૧૨૦ રૂપિયા સુધીનો વધારો પ્રતિ ૧૫ કિલોના ભાવે નોંધાતા બજેટ ખોરવાઈ જવાની દહેશત ઉભી થઇ છે. તહેવારમાં વધુ તેજી જોવા મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા ૨૦ દિવસમાં નવી મગફળીના સિંગતેલના ભાવમાં ૧૫ કિલોએ ૧૨૦ રૂપિયાનો વધારો થવા પામ્યો છે. જયારે જૂની મગફળીના સિંગતેલના ભાવમાં ડબ્બે ૨૦ દિવસમાં ૯૦ રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. તહેવાર સમયેતો સિંગતેલની બજારમાં તેજી જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે તહેવાર પૂર્વે પણ સિંગતેલની બજારમાં તેજી જોવા મળી રહી છે.
છેલ્લા ૨૦ દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા ૧૨૦નો વધારો જોવા મળી રહ્યો છે. સાતમ આઠમના તહેવાર પૂર્વે તેલના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સીંગ તેલની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૦ દિવસમાં નવી મગફળીના સીંગતેલના ભાવમાં ૧૫ કિલોના ડબ્બે રૂપિયા ૧૨૦ નો જંગી વધારો કરવામાં આવ્યો છે જયારે જૂની મગફળીના સીંગતેલ ના ભાવ માં ૧૫ કિલો ના ડબ્બે રૂપિયા ૯૦ નો વધારો કરવામાં આવ્યો છે જે હજુ પણ આગામી ૧૦ થી ૧૫ દિવસમાં ૪૦ થી ૫૦ રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળે તેવી શક્યતા છે.
ગત વર્ષે સૌરાષ્ટ્રમાં ૧૫ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવા પામ્યું છે. અને સરકાર પાસે ગત વર્ષની જૂની ૪ લાખ ટન મગફળી જથ્થો પડેલ છે. કુલ મળી આ વર્ષે ૧૯ લાખ ટન મગફળી છે. એટલે કે, ગત વર્ષની સરખામણીએ ૫૦% ઓછી મગફળી હોવાથી આ વર્ષે સિંગતેલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મગફળીની અછત, સિંગતેલનો વધુ વપરાશ સાથે વાવણી માટે મગફળીની જરૂરિયાત વધતા હાલમાં નાફેડ દ્વારા જે મગફળી આપવામાં આવી રહી છે.