પરમવીર ચક્ર મેળવનાર જાંબાજ સૈનિક સૂબેદાર જોગિન્દર સિંહના જીવન પર આવનારી બાયોપિક હાલમાં ચર્ચામાં છે. ભલે તે પછી ગિપ્પી ગરેવાલનો ફર્સ્ટ લૂકને લઇને હોય કે પછી ફિલ્મનું ટીઝર,આ ફિલ્મન સાથે સંકળાયેલ તમામ રિલીઝે ઇંટરનેટ પર ધમાલમચાવી દીધી છે.હાલમાં જ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જે ફરીથી સોશિયલ મીડિયાની દુનિયામાં ધમાલ મચાવી છે.
આ ફિલ્મના પહેલા જબરદસ્ત પોસ્ટરે દર્શકોમાં ઉત્સુકતા જગાવી છે. આ ફિલ્મ સૂબેદાર જોગિન્દર સિંહના જીવન પર આધારિત છે. જેઓએ ૧૯૬૨માં ઇંડો-સિનો જંગમાં માત્ર ૨૧ બહાદુર સૈનિકો સાથે ચીનના હજારો સૈનિકોનો સામનો કર્યો. તેઓએ પોતાના ૨૧ સાથીઓ સહિત અંતિમ શ્વાસ સુધી પોતાની અસીમ શૌર્યની સાથે લડતા-લડતા શહીદી વહોરી હતી. આથી તેમને મરણોપાંત પરમવીરચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ ફિલ્મનું શૂટિંગ દ્રાસ, કારગિલ, ગુવાહાટી અને સૂરતગઢમાં કરવામાં આવી છે. નિર્માતા ફિલ્મનું ટ્રેલર ૮ માર્ચે કરવા જઇ રહ્યાં છે.
ફિલ્મ ૬ એપ્રિલ, ૨૦૧૮ના રોજ દુનિયાભારમાં સ્ક્રિન પર રજૂ કરવામાં આવશે.