ગ્રેટાએ મોદીને સંદેશ મોકલ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગ્રેટાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ એક વિડિયો મારફતે સંદેશ મોકલી દીધો છે. સ્વીડનની આ વિદ્યાર્થીનીએ જળવાયુ પરિવર્તનને લઇને ગંભીર પગલા લેવાની માંગ પણ કરી છે. પર્યાવરણ પ્રદુષણની ભયાનક બાબતો હાલમાં જ જારી કરવામાં આવેલા અહેવાલમાં નજરે પડે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દુનિયાભરના ૧૦ લોકો પૈકી નવ લોકો ઝેરી શ્વાસ લેવા માટે આજે મજબુર છે. દર વર્ષે ૭૦ લાખ લોકોના મોત થઇ જાય છે.

વાયુ પ્રદુષણના કારણે આ તમામ લોકોના મોત થાય છે. જે ૭૦ લાખ લોકોના મોત થાય છે તે પૈકી ૪૦ લાખ લોકોના મોત એશિયાના દેશોમાં થાય છે. ગ્રેટા નક્કરપણે માને છે કે ઝેરી હવાને સંપૂર્ણપણે દુર કરી શકાય તેમ નથી. જો કે આ પવનને શ્વાસ શ્વાસ લેવા લાયક બનાવી શકાય છે. ગ્રેટા મંચો પર જઇને ભાષણ આપે છે. સાથે સાથે લોકોને જાગૃત કરે છે. તે સોશિયલ મિડિયાના માધ્યમથી પોતાની વાત લોકો સુધી પહોંચાડી શકે છે. જેથી તે ટ્‌વીટરને પસંદ કરે છે. ટ્‌વીટર મારફતે તે આગળ વધે છે.

Share This Article