નવી દિલ્હી : જમ્મુના બસ સ્ટેન્ડ ઉપર ગ્રેનેડથી હુમલો કરનાર આરોપીની ઓળખ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્મ્મુ કાશ્મર પોલીસના આઈજી મનિષ સિંહાએ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરી હતી. ગ્રેનેડ ઝીંકનાર શખ્સની ઓળખ કરી લેવામાં આવી છે. આ શખ્સ યાસીર ભટ્ટ તરીકે ઓળખાયો છે. તે હિઝબુલ મુઝાહિદ્દીન તરફથી મળેલા આદેશ મુજબ હુમલો કરવા માટે પહોંચ્યો હતો. આઈજી મનિષ સિંહાએ આરોપીની ધરપકડ બાદ કહ્યું હતું કે, અનેક ટીમો ઇન્પુટ માટે મુકવામાં આવી હતી. સીસીટીવી કેમેરામાં ફુટેજની મદદથી અને સાક્ષીઓની પુછપરછના આધાર પર શકમંદની ઓળખ કરવામાં આવી હતી તેનું નામ યાસીર ભટ્ટ છે અને આ શખ્સે હુમલાની કબૂલાત કરી લીધી છે. તેની ધરપકડ રકવામાં આવી છે.
મનિષ સિંહાએ એમ પણ કહ્યું હતું કે, યાસીર ભટ્ટને હિઝબુલ મુઝાહિદ્દીનના કુલગામના ડિસ્ટ્રીક્ટ કમાન્ડર ફારુક અહેમદ ભટ્ટ ઉર્ફે ઉંમર પાસેથી ગ્રેનેડ ઝીંકવા માટેનો આદેશ મળ્યો હતો. આઈજીએ એમ પણ કહ્યું હતું કે, બસ સ્ટેન્ડને આજ કારણસર ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું કે, બસ સ્ટેન્ડ ઉપર હંમેશા વધારે ભીડ રહે છે. પુલવામા ત્રાસવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા કર્મચારીઓ પહેલાથી જ ભારે એલર્ટ થયેલા છે.
આવી સ્થિતિમાં જમ્મુના આઈજી મનિષ સિંહાએ કહ્યું હતું કે, આ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે રહેલા લોકોએ માહિતી આપતા કહ્યું હતું કે, શકમંદે ગ્રેનેડ ઝીંક્યો હતો અને ફરાર થઇ ગયો હતો. આ બ્લાસ્ટમાં એકનું મોત થયું હતું. આ પહેલા ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ હોÂસ્પટલના વડા સુનંદા રૈનાએ કહ્યું હતું કે, ૩૨ લોકોને આમા ઇજા થઇ છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે, વિસ્ફોટમાં બસ સ્ટેન્ડ પર ઉભેલી બસને નુકસાન થયું હતું.