અમદાવાદ: ઓર્ગેનિક વેસ્ટ મેનેજમેન્ટ કંપની ગ્રીનવીકીપએ સંપૂર્ણ પ્રાઇવેટ મોડલ સાથે ગુજરાતના પ્રથમ સેન્ટ્રલાઇઝ્ડ કમ્પોસ્ટિંગ પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીની વર્તમાન દૈનિક 40 ટન ઓર્ગેનિક વેસ્ટ પ્રોસેસ કરવાની ક્ષમતા છે તથા તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવશે જેથી કમ્પોસ્ટિંગ અને રિસાઇક્લિંગ માટે બાયો ડિગ્રેડેબલ વેસ્ટના મહત્તમ વોલ્યુમનું પ્રોસેસિંગ કરી શકાય.
આ પ્રસંગે ગ્રીનવીકીપ સોલ્યુશન એલએલપીના ડાયરેક્ટર વિવેક પટેલે જણાવ્યું હતું કે,‘’ગુજરાતનો પ્રથમ સેન્ટ્રલાઇઝ્ડ કમ્પોસ્ટીંગ પ્લાન્ટ લોન્ચ કરતાં અમે ખુશી અનુભવીએ છીએ. અમે શહેરની વિવિધ હોટલ, રેસ્ટોરાં, હોસ્પિટલ્સ વગેરેમાં પેદા થતાં ભીના બાયો-ડિગ્રેડેબલ કચરાનું કલેક્શન, ટ્રીટમેન્ટ અને રિસાઇકલિંગ દ્વારા ક્લાયન્ટ્સને ટકાઉ ઉકેલ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ, જેથી પર્યાવરણને નુકશાન થતું અટકાવી શકાય તથા ખાતરનું ઉત્પાદન કરીને તેનો સદઉપયોગ શક્ય બને.પીપીપી મોડલ હેઠળ કંપની ભારતમાં પ્રથમવાર 33 ટકા નફા વહેંચણીનું મોડલ અપનાવી રહી છે, જે તમામ હીતધારકો માટે લાભદાયી બની રહેશે તેવી અમને આશા છે.’’
ભારત સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016 પ્રમાણે ગ્રીનવીકીપ એકત્ર કરેલાં દૈનિક કચરાને પોતાના સેન્ટ્રલાઇઝ્ડ પ્લાન્ટ ઉપર લાવીને તેનું કમ્પોસ્ટિંગ કરે છે તેમજ વિવિધ સંસ્થાઓમાં પેદાં થતાં દૈનિક ભીના કચરાના કલેક્શન કરવા બાબતે કંપની 100 ટકા ખાતરી આપે છે. આ ઉપરાંત દરેક પ્રકારના વેસ્ટ કલેક્શન માટેના જરૂરી આંકડાઓ અને સર્ટિફિકેટ કંપની તરફથી દર ત્રણ મહિને એકવાર આપવામાં આવશે, જેથી સંસ્થાના પર્યાવરણ અને વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના પાલન બાબતે જરૂરી દસ્તાવેજો સંસ્થાને મળી રહે અને ભવિષ્યમાં થનારી વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત ઓડિટ કે ઇન્સપેક્શનમાં લાભદાયી બની રહે.
વર્તમાન સમયમાં નિયમિત વેસ્ટ ક્લેક્શન સૌથી મોટી સમસ્યા છે ત્યારે ગ્રીનવીકીપ જેવી સંસ્થાઓ ટકાઉ વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન પુરા પાડીને તેમને નાણાં બચાવવામાં તથા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર તૈયાર કરવામાં મદદરૂપ બને છે. વર્તમાન સમયમાં ગ્રીનવીકીપ કંપનીની પેરન્ટ કંપની ફુલ્લી ઓટોમેટિક કમ્પોસ્ટિંગ મશિન, ઓર્ગેનિક વેસ્ટ કનર્વટર, ડીવોટરીંગ કમ્પોસ્ટિંગ પ્લાન્ટ, ઓટોમેટિક કમ્પોસ્ટિંગ પ્લાન્ટ, ઓર્ગેનિક વેસ્ટ ગ્રેડર્સ અને સેગરીગેશન પ્લાન્ટ તેમજ એમઆરએફ પ્લાન્ટ જેવી ટેકોનોલોજી અને ઉપકરણો સાથે વેસ્ટ મેનેજમેન્ટ કરે છે.