હરિયાળા ભવિષ્યને આકાર આપવાના લક્ષ્ય સાથે ગ્રીનપ્રેન્યોર-2023 નું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: VyapaarJagat ના સહયોગથી 1Million Entrepreneurs International Forum દ્વારા આયોજિત અને Boho Homes & PeersBoard.com દ્વારા સંચાલિત Yudiz Solutions Limited દ્વારા પ્રસ્તુત, ગ્રીનપ્રેન્યોર 2023 ઇવેન્ટની જાહેરાત કરતા અમને આનંદ થાય છે. AMA – અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, ગુજરાત ખાતે 29મી જુલાઈ 2023 ના રોજ બપોરે 1 થી સાંજના 5 વાગ્યા સુધી આયોજીત થનારી આ ઈવેન્ટ, કાઉપ્રથાઓને પ્રોત્સાહન આપવા અને હરિયાળા ભવિષ્યને આકાર આપવા માટે સમર્પિત સૌથી અપેક્ષિત મેળાવડા ઓમાંની એક હશે.

ગ્રીનપ્રેન્યોર 2023 નું મુખ્ય મિશન ગ્રીનએન્ટરપ્રિન્યોરશિપ ને પ્રોત્સાહન આપવાનું અને સહયોગી રીતે ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. આ ઇવેન્ટ વ્યક્તિઓ, પ્રોફેશનલ્સ, સ્ટાર્ટઅપ્સ, MSME લીડર્સ , CXOs, કોર્પોરેટ એન્ટીટીઝ , NGOs, સસ્ટેનેબિલિટી લીડર્સ અને પર્યાવરણ પ્રત્યે જુસ્સા ધરાવતા તમામ લોકો માટે ખુલ્લી છે. પબ્લિક રિલેશન્સકાઉન્સિલ ઓફ ઈન્ડિયા રાષ્ટ્રીય સંસ્થાની મદદથી અમે લગભગ 55 પ્રકરણો ના નેટવર્ક દ્વારા દેશભરની સંસ્થાઓ સુધી પહોંચીને પહેલને સમર્થન આપી રહી છે.

ઇવેન્ટના કાર્ય સૂચિમાં મુખ્ય વક્તાઓ, ગ્રીનપ્રેન્યોર્સ દ્વારા બિઝનેસ શોકેસ, સસ્ટેનેબલ ડિઝાઇનર્સ અને SDGs ચેન્જમેકર્સ નું સન્માન, ગ્રીનપ્રેન્યોર્સ ને પ્રેરણા આપનાર સફળતાની વાર્તાઓ અને ગ્રીનપ્રેન્યોર એવોર્ડ વિજેતાઓ, પ્રાયોજકો, ભાગીદારો અને પ્રદર્શકોનું સન્માન શામેલ છે. હાય ટી પર ઓપન નેટવર્કિંગ સાથે દિવસ સમાપ્ત થશે.

ગ્રીનપ્રેન્યોર 2023 માંરિન્યુએબલ એનર્જી, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, વેસ્ટ મેનેજમેન્ટ, ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ, ક્લીન ટેક્નોલોજી, સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન, કન્ઝર્વેશન એન્ડ રિસ્ટોરેશન સર્કુલર અને સામાજિક અર્થવ્યવસ્થા અને વધુ એન્ટરપ્રાઈઝ સર્વિસિસ જેવા વિવિધ ડોમેન્સમાં કામ કરતા ઉદ્યોગસાહસિકોનું સન્માન કરતી પ્રતિષ્ઠિત ગ્રીનપ્રેન્યોર એવોર્ડ્સ અને રેકગ્નિશન પણ દર્શાવવામાં આવશે.

Share This Article