મોટી જવાબદારી એટલે કે વધારે તક તરીકે ગણી શકાય છે. જો તમે તેજી સાથે કેરિયર ગ્રોથ ઇચ્છો છો તો કંપનીમાં વધુને વધુ મોટી જવાબદારી લેવાની જરૂર છે. આના કારણે આપને ખુબ ફાયદો થઇ શકે છે. આના કારણે તમે નવી ચીજા શીખી શકશો. આપને કામ કરવા માટેની વધારે તક મળી રહેશે. સાથે સાથે તમે પોતાને બેસ્ટ સાબિત કરવા માટેની તક મેળવી શકશો. હાલમાં જે પ્રકારના રિપોર્ટ આવી રહ્યા છે તે જોતા ભારતીય જોબ માર્કેટમાં ઓછી ભરતી કરવામાં આવી રહી છે. બેરોજગારીનો દર સૌથી વધારે થયેલો છે. કંપનીઓ પણ હાલમાં ઓછા કર્મચારીઓ સાથે કામ ચલાવવા માટે ઇચ્છુક છે.
આના કારણે વર્તમાન કર્મચારીઓ પર વર્કલોડ સતત વધતા તેમની સામે દબાણ આવી રહ્યુ છે. આ બાબત આપની માટે ગુપ્ત અવસર તરીકે હોઇ શકે છે. શુ આવી સ્થિતીમાં વધારે જવાબદારી સાથે કામ કરી શકો છો. શુ આના કારણે સારી બાબત શીખીને સારો ગ્રોથ મેળવી શકો છો. વિશ્વસનીય બનવા અને તૈયાર રહેવાની જરૂર છે. આપની ટીમ અને મેનેજર્સને આ બાબતની પણ માહિતી હોવી જોઇએ કે આપ મોટી જવાબદારી અદા કરવા માટે તૈયાર છો. પોતાની વર્તમાન ભૂમિકામાં વિશ્વાસ જાળવી રાખવાની જરૂર છે. કામ એવી રીતે કરવા જોઇએ કે તમામ કામ યોગ્ય સમય પર જ પૂર્ણ થતા હોય. બીજી સારી બાબત એ છે કે કામના બોજ હેઠળ રહેલા કર્મચારીઓની પણ મદદ કરવી જોઇએ. આના માટે સમય કાઢવાની પણ જરૂર છે.
જો આવુ કરવામાં આવશે તો ચોક્કસપણે તેની નોંધ લેવામાં આવશે. જો ટીમ તમારા પર વિશ્વાસ કરી લેશે તો પછી આપની લીડરશીપ વધારે સારી રહેનાર છે. પોતાની કેરિયરની શરૂઆતમાં જ એવી જવાબદારીનુ મુલ્યાંકન કરી લેવામાં આવે જે આપને ગ્રોથ આપી શકે છે. જા તમે પોતાની હાલની જવાબદારી કરતા વધારે જવાબદારી લેવા માટે ઇચ્છુક છો તો આના કારણે વધારે ફાયદો થઇ શકે છે. આના કારણે પ્રમોશન મળવાની શક્યતા પણ વધી જાય છે. પગારમાં પણ સારો વધારો થાય છે. જ્યારે ટીમ કેટલીક સમસ્યામાં હોય ત્યારે વહેલી તકે તેના સમાધાન આવે તેવા પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. પરિણામ આપવા માટેની જવાબદારી પણ લેવી જોઇએ. જ્યારે તમે સમસ્યાઓને ઉકેલી દો છો ત્યારે તમે કેટલીક નવી બાબતો શીખી લો છો. એવા ક્ષેત્રની પસંદગી કરવી જોઇએ જેમાં કોઇ પણ એક્સપર્ટ તરીકે ન હોય. એવા ક્ષેત્રમાં ત્યારબાદ વ્યાપક અબ્યાસ કરવામાં આવે તે જરૂરી હોય છે. આની સાથે જોડાયેલા જ્ઞાનને હાંસલ કરવામાં આવે તે જરૂરી છે. માસ્ટરી હાંસલ કરવામાં આવ્યા બાદ ટીમના સભ્યો આપની પાસે જ્ઞાન મેળવી શકે છે. સૌથી મોટી ક્લાઇન્ટ કંપનીને યોગ્ય રીતે હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
ફર્મની વાર્ષિક યોજના માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટની ઓનરશીપ લેવામાં આવે તે જરૂરી છે. એવા ટાસ્ક પૂર્ણ કરવામાં આવે જે મેનેજરના સૌથી મોટા ટાસ્ક તરીકે હોય છે. આના કારણે કંપનીમાં તમે સૌથી જરૂરી વ્યક્તિ બની શકો છો. એવા રોલ કરવા જોઇએ નહીં જેના કારણે તમારી પ્રગતિ અટવાઇ પડે છે. જ્યારે વધારે જવાબદારી હોય છે ત્યારે કેટલાક ફાયદા મળે છે. આપને કોન્ફરન્સ માટે વિદેશમાં બોલાવી શકાય છે. સીઇઓ અને ક્લાઇન્ટ સાથે બેઠક કરી શકો છો. કાર્યોની દેખરેખ માટે સહાયક મળી શકે છે. કનેક્શન મારફતે તક વધારે મળે છે. જ્યારે તમે વધારાની જવાબદારી સ્વીકાર કરો છો ત્યારે કેટલાક લોકો તમારા સંપર્કમાં આવે છે. જેમ જેમ તમારા પ્રોફેશનલ કનેક્શનમાં વધારો થાય છે તેમ તેમ કેરિયર ગ્રોથની સંભાવના પણ વધી જાય છે. આગળ વધવા માટે કોઇને પુછવામાં સમય ખરાબ કરવાની બાબત યોગ્ય નથી. કંપનીમાં મોટી જવાબદારીનો અર્થ એ થાય છે કે તમે બોસના સંપર્કમાં વધારે રહો છો. જેથી તેમની પાસેથી પણ બાબતો શિખવાની જરૂર હોય છે.