ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાતા સચીન તેંડુલકરે પોતાના દિકરા અર્જુનના ક્રિકેટમાં ભવિષ્ય માટે એક મહત્વની વાત કહી છે. બોલિવુડમાં જેમ નેપોટીઝમ ચાલે છે. તેવી જ રીતે ક્રિકેટમાં પણ નેપોટીઝમ ચાલતું હોય છે.
માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે પોતાના દિકરા અર્જુન માટે કહ્યું કે ફક્ત તેનો દિકરો હોવાથી તેને ભારતીય ટીમમાં સ્થાન નહી મળે. જો તેની મહેનત હશે અને તેનું ટેલેન્ટ હશે તો જ તેનું ભવિષ્ય ક્રિકેટમાં બની શકશે. સચીને જણાવ્યુ હતુ કે તે અર્જુનને ક્રિકેટ શીખવાડી શકે છે પરંતુ મેદાનની અંદર તો અર્જુને જાતે જ રમવું પડશે. સચીન તેના દિકરા માટે કોઇ પણ ભલામણ નહી કરે.
સચીને આ વાત તે જ્યારે કાંગડા એરપોર્ટ પર હતા ત્યારે જણાવી હતી. તે ધર્મશાળામાં દલાઇ લામાને મળવા અને પોતાની પત્ની સાથે સમય ગાળવા માટે ગયા છે. ત્યાં એક સ્ટેડિયમનું ઉદધાટન પણ કરશે અને અંડર-14ના પ્લેયર સાથે વાતચીત કરીને તેમને ક્રિકેટના દાવપેચ પણ શીખવાડશે.
સચીનના નામ પર ગણી પણ ના શકાય તેટલા રેકોર્ડ છે. તેમાંથી ઘણા તો તૂટશે કે કેમ તેના પર જ મોટો સવાલ છે. આવામાં તેના દિકરા અર્જુનના ક્રિકેટ ભવિષ્ય પર ખુલાસો કર્યા છે. હવે જોવું તે રહેશે કે અર્જુન પિતા સચીનના પગરખામાં પગ નાખી શકે છે કે કેમ.. ?