આધુનિક સમયમાં ઇન્ટર્નશીપ ભાવિ કેરિયરને સરળ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે.
કેટલાક વિદ્યાર્થીઓ તો ઇન્ટર્નશીપનો સમય બચાવી લેવાના ચક્કરમાં કોલેજમાં ખોટા ઇન્ટર્નશીપ સર્ટિફિકેટ્ જમા કરી દે છે. આના કારણે આ વિદ્યાર્થીઓ માત્ર પોતાની સાથે જ વિશ્વાસઘાત કરતા નથી બલ્કે પોતાની કેરિયરને પણ નુકસાન કરે છે. આવા લોકો અને વિદ્યાર્થીઓને મોડેથી ઇન્ટર્નશીપનુ મહત્વ સમજોય છે. કેરિયર લાઇફમાં મોડેથી જ્યારે આ વાત સમજોય છે ત્યારે નુકસાન ખુબ મોટુ થઇ જોય છે. ઇન્ટર્નશીપ શુ છે અને કેમ કરવામાં આવે છે. આજકાળના સમય માં દરેક કોલેજમાં વર્ષના છેલ્લા સેમિસ્ટરમાં ઇન્ટર્નશીપ કરવા માટે કેમ કહેવામાં આવે છે આના કારણે અમારી લાઇફ અને અમારી કેરિયર પર કેવી અસર થાય છે તે બાબતના પ્રશ્નોના જવાબ તમામ લોકો અને ખાસ કરીને યુવાનોને સમજી લેવાની જરૂર છે.
ઇન્ટર્નશીપ મારફતે વિદ્યાર્થીઓને પોતાની નબળાઇ અને કુશળતાને સારી રીતે અન્યોની વચ્ચે સમજી લેવામાં મદદ મળે છે. અસલ દુનિયાનો અનુભવ થાય છે. ઇન્ટર્નશીપ કરવાની બાબત કેરિયરને વ્યવસ્થિત બનાવવાની દિશામાં પ્રથમ મહત્વપૂર્ણ પગલુ હોઇ શકે છે. કારણ કે તે વ્યક્તિ ને પ્રોફેશનલ લાઇફની એક ઝલક બતાવે છે. યુવાનોને ઇન્ટર્નશીપ કરવા માટે કંપનીની પંસદગી કરતી વેળા ખુબ સાવધાની રાખવી જોઇએ. યોગ્ય કંપનીમાં ઇન્ટર્નશીપ કરવાથી લાભ મળે છે.
યોગ્ય કંપનીમાં ઇન્ટર્નશીપ કરવાથી આપને ભવિષ્યમાં કેરિયરની પસંદગી કરતી વેળા લાભ મળે છે. જો તમે યોગ્ય કંપનીમાં સામેલ થઇ જોઓ છો તો આ બાબતની સંભાવના વધી જોય છે કે આપને સારી નોકરી મળી શકે છે. જો કોઇ વ્યક્તિ ઇન્ટર્નશીપના ગાળામાં સૌથી વધારે શિખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો તેના કારણે ખુબ મોટો ફાયદો મળી જોય છે. સામાન્ય રીતે આમારા લોકો પૈકી મોટા ભાગના લોકો એવા ક્ષેત્રમાં જોય છે જે અમારા સપના હોવાના બદલે અમારા માતા પિતા અને પરિવારના અન્ય સભ્યોના સપના હોય છે. જો કે સારી બાબત અને આદર્શ બાબત એ છે કે કોઇ પણ ક્ષેત્રમાં આગળ વધતી વેળા કેરિયરને લઇને પોતે નિર્ણય કરવા જોઇએ. લોકો જે સલાહ આપે છે તે લેવામાં કોઇ વાંધો નથી પરંતુ એ વખતે પણ પોતાના મનની વાતને જ સમજી લેવામાં આવે તે જરૂરી છે.
ઇન્ટર્નશીપ કરતી વેળા વિદ્યાર્થીને તક મળે છે કે વાસ્તવમાં બાહર ની દુનિયા શુ છે. અને શુ તે જગ્યા તેના ભવિષ્ય માટે યોગ્ય છે. ઇન્ટર્ન તરીકે કંપનીને જોઇન કરવાથી પ્રોફેશનલ માહોલમાં કામ કરવાની તક મળે છે. ઇન્ટર્ન તરીકે આપને માત્ર હાથમાં કોફી કપ લઇને જેમ તેમ ફરવાની તક મળતી નથી. બલ્કે આપને જીવનની વાસ્તવિક સ્થિતીની સામે આવવાની તક મળે છે. કેટલાક ઇન્ટર્નશીપના અવસર આપના કેરિયરને આધાર આપે છે.
આપ પોતાના રસ અને મજો આવે તેવી કેરિયર સંભાવના મુજબ ઇન્ટર્નશીપની પસંદગી કરે તે જરૂરી છે. ઇન્ટર્નશીપથી આ અંદાજ લગાવવાની યોગ્યતા આવી જાય છે કે આ કામ એવુ છે જેમાં તે લાઇફમાં રહી શકે છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે ઇન્ટર્નશીપ કેટલાક રીતે ઉપયોગી બને છે. ઇન્ટર્નશીપ મારફતે આપને કોઇ કંપનીમાં પગ મુકવાની જગ્યા મળે છે. એક બાબતને હમેંશા ધ્યાનમાં રાખવી જોઇએ કે કોઇ પણ કંપની ઇન્ટર્નશીપને રિક્રુટમેન્ટ ટુલ તરીકે ઉપયોગ કરે છે. પ્રોફેશનલ દુનિયામાં આ શિખવા માટેની જરૂર છે કે પોતાને કઇ રીતે રજૂ કરવામાં આવનાર છે. કોઇ પણ કંપની પોતાની સાથે એવા લોકોને જોડવાનુ પસંદ કરે છે જે સારી રીતે કામ કરવાનુ જાણે છે. ઇન્ટર્નશીપમાં ઇવેન્ટમાં હાજરી આપવાની તક તો મળે છે સાથે સાથે પ્રોફેશનલ લોકોને મળીને નવા કનેક્શન પણ બને છે.
નેટવર્કિંગ કેટલાક રેફરન્સ મળતા રહે છે. જે આવનાર પ્રોફેશનલ લાઇફમાં મદદરૂપ સાબિત થાય છે. જાણકાર લોકો એમ પણ કહે છે કે રિજ્યુમમાં ઇન્ટર્નશીપનો ઉલ્લેખ કરવાથી પણ ફાયદો થાય છે. અમારામાંથી મોટા ભાગના લોકો આ બાબતને પહેલાથી જ જાણે છે કે પરફોર્મમ્સ જ પ્રોડક્ટ હોય છે. પહેલા કંપનીઓ આપના રિજ્યુમમાં જુએ છે કે આપની પાસે અનુભવ શુ છે. તમે પહેલા કોઇ કંપની સાથે જોડાયેલા હતા કે કેમ. જો તમે કોઇ કંપની સાથે જોડાયેલા રહી ચુક્યા છો તો ઇન્ટર્નશીપ પ્રોગ્રામ વધારે ફાયદાકારક સાબિત થઇ શકે છે. રિજ્યુમમાં ઇન્ટર્નશીપનો ઉલ્લેખ હમેંશા માટે કરવામાં આવે તે જરૂરી છે. જો તમે નાની વયથી પ્રોફેશનલ દુનિયાના તરીકાને શિખવાની શરૂઆત કરો છો તો સમયની સાથે તેમાં વધુ ફાયદો મળે છે. ઇન્ટર્નશીપ કેરિયર ફાઉન્ડેશન માટે ઉપયોગી છે.