ગુજરાત : ગુજરાત શિક્ષણ બોર્ડની આ વખતની ચૂંટણી ખરાખરી જંગ તરફ આગળ વધી રહી છે કારણકે બોર્ડની આ વખતની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકને લઈને મંડળો સામસામે આવ્યા છે. ત્યારે મંડળ દ્વારા તે સભ્યને મંડળમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ૫૦ વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના બની છે. આગામી ૨૪મી સપ્ટેમ્બરે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી થનાર છે.જેમાં ૯ બેઠકોમાંથી છ બેઠકો બિનહરિફ અને એક બેઠક રદ થયા બાદ હવે બે જ બેઠકો માટે ચૂંટણી છે પરંતુ આ બે બેઠકોમાંથી સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠક માટે ખરાખરીનો જંગ છે. અગાઉ વર્ષો પહેલા એટલે કે ૧૯૯૭ પહેલા રાજ્યના સંચલાકોનું એક જ મંડળ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ તરીકે હતું પરંતુ તે સમયે પણ બોર્ડની ચૂંટણી સમયે ઉમેદવારીમાં વિવાદ-ડખો ઉભો થતા અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળ તરીકે અલગ મંડળ બન્યુ અને ત્યારબાદ વર્ષોથી બે મંડળો સામસામે હતા અને તેઓના ઉમેદવારો બોર્ડની ચૂંટણીમાં ઉભા રહેતા. પરંતુ આ મંડળો ૨૭ વર્ષ બાદ આ વર્ષે માર્ચમાં એક થઈ ગયા હતા કારણકે અલગ અલગ મંડળ હોવાથી સરકાર તેઓનું સાંભળતી ન હતી. મર્જ થયેલા મંડળ એવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ-ગુજરાત પ્રદેશ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે ભાજપના જ શિક્ષણ સેલના જે.વી પટેલને ઉભા રખાયા છે પરંતુ છેલ્લા પાંચ ટર્મથી જીતતા સૌરાષ્ટ્રના સંચાલક સભ્ય એવા પ્રિયવદન કોરાટને ઉમેદવાર બનાવાયા ન હતા. જેને પગલે તેઓને મંડળમાંથી દૂર કરી સસ્પેન્ડ કરી દેવાયા છે.તેઓ મર્જ થયેલા મંડળમાં મહામંત્રી પણ હતા. જાે કે આ ઉમેદવારને સુરતના ખાનગી સ્કૂલોના મંડળે ટેકો આપ્યો છે જેથી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના સંચાલકો હવે સામસામે આવ્યા છે અને આ ઉમેદવારનું કહેવુ છે.
Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે
Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ...
Read more