ધી લીલા ગાંધીનગર ખાતે શાનદાર ટ્રી લાઇટિંગ સેરેમની સાથે ક્રિસમસ ફેસ્ટિવલનું ગ્રાન્ડ વેલકમ

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ : ધી લીલા ગાંધીનગર હોટલે તેની ભવ્ય લોબીને ભવ્ય ક્રિસમસ ટ્રી લાઇટિંગ સેરેમની સાથે ક્રિસમસ ફેસ્ટીવલનું પૂરા ઉત્સાહ સાથે સ્વાગત કર્યું છે. આની સાથે જ, શિયાળાની આહ્લાદક ઋતુમાં હોટલમાં આ ઉત્સવની ઊજવણીનો રોમાંચક માહોલ જીવંત બન્યો છે. આ ઈવેન્ટના આયોજન સાથે જ, અમદાવાદ અને ગાંધીનગરની ટ્વીન સિટીમાં સૌથી પ્રખ્યાત સ્થળોમાંના એક એવી, ધી લીલા ગાંધીનગર હોટલ ખાતે રજાઓની મોસમની આધિકારિક શરૂઆત થઈ હતી.

સાંજની શરૂઆત થતા જ, મહેમાનો ઘરેણાં અને રોશનીથી ઝળહળતા ભવ્ય ક્રિસમસ ટ્રીની ચારે બાજુ ભેગા થયા હતા, જેનાથી અહીં આનંદ-ઉલ્લાસથી ભરપૂર વાતાવરણ સર્જાયુ હતું. ધી લીલા ગાંધીનગરની ટીમ, હોટલના મહેમાનો અને વિઝીટર્સ સાથે, આ પ્રિય પરંપરામાં જોડાઈ હતી અને સૌ કોઈએ એકતા અને આનંદના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

અહીં રમણીય સાંજ એક ભવ્ય ઉત્સવ જેવી બની ગઈ હતી, જેમાં પરંપરાગત કેરોલ્સ વાતાવરણમાં ગુંજી ઉઠ્યા હતા, જેનાથી જૂની યાદો અને રજાઓના જાદુનો અનુભવ થઇ રહ્યો હતો. આની સાથે જ, સ્વાદિષ્ટ હાઇ ટી એ ઉજવણીમાં અનેરો આનંદ ઉમેર્યો હતો. અહીં ખાસ કરીને, ક્રિસમસ માટે તૈયાર કરવામાં આવેલા ડેકોરેશન અને કલાત્મક સ્થાપનોથી શણગારવામાં આવેલો હોટેલનો દરેક ખૂણો, આનંદમય ઋતુના આકર્ષણનો રોમાંચક અનુભવ કરાવે છે.

આ પ્રસંગે, ધી લીલા ગાંધીનગરના જનરલ મેનેજર વિકાસ સૂદે જણાવ્યું હતું કે, “ટ્રી લાઇટિંગ સેરેમની, એ ફક્ત એક પરંપરા જ નથી, પરંતુ તે અમારા મહેમાનો અને ટીમ સાથે ક્રિસમસની ખુશી શેર કરવાની એક હૃદયસ્પર્શી પદ્ધતિ છે. દર વર્ષે, આ ઇવેન્ટનો ઉત્સાહ અને હૂંફ, તેને ખરેખર સ્પેશિયલ બનાવે છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ધી લીલા ગાંધીનગર ખાતે તહેવારોની મોસમ, પરિવારો અને મિત્રો માટે યાદગાર અનુભવો બનાવે છે. મહેમાનો ડિસેમ્બર દરમ્યાન, અધિકૃત ક્રિસમસ મેનુ, સિઝનની સ્પેશિયલ વાનગીઓ અને સિગ્નેચર રસોઈકળાનો આનંદ માણી શકે છે, જે સતત નવા વર્ષની ઉજવણી સુધી જારી રહેશે.

ભવ્ય વૃક્ષ પર લાગેલી લાઇટોની રોશની સાથે, ધી લીલા ગાંધીનગરમાં ફક્ત એક ઋતુની જ શરૂઆત નથી થઇ, પરંતુ અહીં અસંખ્ય ઉત્સવોની યાદો માટે એક ઉત્તમ મંચ પણ તૈયાર થયો છે. અહીં ક્રિસમસની શાનદાર ઉજવણીથી લઈને નવા વર્ષની ઉજવણી સુધી, દરેક ક્ષણ ભવ્યતા અને આનંદથી ભરેલી હશે.

તો આઓ… આ ડિસેમ્બરમાં, એક એવી દુનિયામાં પ્રવેશ કરો, જ્યાં લક્ઝરી, એ રજાઓના જાદુ સાથે મિક્સ થાય છે. સાચું કહીએ તો, ધી લીલા ગાંધીનગરમાં ઉત્સવ, ઋતુની ફક્ત ઉજવણી જ નથી થતી, પરંતુ તેનો રોમાંચક અનુભવ પણ થાય છે.

Share This Article