અમદાવાદ રીયલ એસ્ટેટમાં બંગ્લોઝનું આટલું ભવ્ય ઉદ્ઘાટન તમે નહિ જોયું હોય …..

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદઃ ડીએન્સડી ડેવલપર્સ અને અઝારો ગ્રૂપે અમદાવાદમાં ભવ્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રીસિટીના લોંચ સાથે વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરવાની દિશામાં એક નોંધપાત્ર પ્રયાસ કર્યો છે. તાજેતરમાં આ ભવ્ય પ્રોજેક્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યાં શહેરના કેટલાંક નામાંકિત લોકોએ વૈભવી જીવનનો એક અનોખો અનુભવ કર્યો હતો.

apricity 5

એપ્રીસિટી માત્ર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જ નહીં, પરંતુ એક અનન્ય સાહસ છે, જે લક્ઝુરિયસ બંગ્લોના નવા યુગની શરૂઆત કરતાં જીવનશૈલીનો ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરે છે. આ એક્સક્લુઝિવ સ્કીમ રેસેડેન્શિયલ ઉત્કૃષ્ટતાને નવીં ઊંચાઇએ લઇ જાય છે. અત્યંત કાળજીપૂર્વક ડિઝાઇન કરાયેલા માત્ર 26 5બીએચકે બંગ્લો કે જેનો વિસ્તાર 5,184 ચોરસ ફૂટથી શરૂ થાય છે, તે એસપી રિંગરોડ નજીક ઓગણજ વિસ્તારમાં પ્રાઇમ લોકેશન ઉપર આવેલાં છે.

apricity 1

એપ્રીસિટીની અનોખી વિશેષતાઓ બંગ્લોઝની બીજી સ્કીમની તુલનામાં અધિક છે, જે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં તેને અન્યોથી વિશેષ બનાવે છે. યુરોપિયન સ્ટાઇલ સાથે ઓટલા જેવાં ભારતીય સ્પર્શ ધરાવતો આ પ્રોજેક્ટ ખરીદદારોની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ સ્કીમની મુખ્ય વિશેષતાઓમાં જગ્યાનો યોગ્ય રીતે ઉપયોગ, બેઝમેન્ટમાં પાર્કિંગ માટે વિશાળ જગ્યા વગેરે સામેલ છે, જેથી ખરીદદાર સમગ્ર પ્લોટનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવા સક્ષમ રહે છે.

apricity 2

ડીએન્ડસી ડેવલપર્સના ડાયરેક્ટર દેવલ પટેલે જણાવ્યું હતું કે, એપ્રીસિટી અમદાવાદના લક્ઝરી રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં નવી કીર્તિમાન સ્થાપિત કરે છે. અમને વિશ્વાસથી કહી શકીએ કે ખરીદદારોએ અમદાવાદમાં આવા બીજા કોઇ બંગલો જોયા હશે. તેનું કારણ અગાઉ આવા બંગ્લોઝનું નિર્માણ જ કરાયું નથી. નો-વિહિકલ ઝોન ધરાવતો આ અમદાવાદ અને ગુજરાતનો પ્રથમ બંગલો પ્રોજેક્ટ છે.

apricity 13

એપ્રીસિટી પ્રત્યેક બંગ્લો માટે ખાનગી એલિવેટર, અલગ પૂજા અને સ્ટોર રૂમ (પૂજા રૂમની ઉપર કોઇપણ માળખાનું નિર્માણ નહીં) તથા દરેક ઘર માટે વધારાની હરિયાળી જગ્યા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. બે બંગ્લો વચ્ચે કોમન વોલ પણ નથી.

apricity 12

રવિવારે આયોજિત એપ્રીસિટીનો ઉદ્ઘાટન સમારોહ ખૂબજ અનોખો હતો, જ્યાં મોડલ બંગ્લોને લાલ પડદાથી આવરી લેવાયો હતો અને તેને 250 મહેમાનોની ઉપસ્થિતિમાં અદ્ભૂત રીતે રજૂ કરાયો હતો. આરજે યશ્વીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તથા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

apricity 3

દેવલ પટેલે ઉમેર્યું હતું કે, અમદાવાદમાં બંગ્લોના ખરીદદાર મુખ્યત્વે ત્રણથી ચાર મુખ્ય મૂશ્કેલીઓનો સામનો કરે છે. તેમાં પ્રથમ બજેટ, બીજું પાર્કિંગની જગ્યાનો અભાવ, ત્રીજું બાળકો માટે રમવાની ઓછી જગ્યા અને ચોથું શહેરની નજીક બંગલોની ઉપસ્થિતિ. અમે આ તમામ સમસ્યાઓનો ઉકેલ આપવાનો પ્રયાસ કર્યો છે અને ખૂબજ કાળજીપૂર્વક આ સુંદર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.

apricity 11

એપ્રીસિટીમાં તમામ 26 બંગ્લોમાં પ્રાઇવેટ ગાર્ડન છે. તેના લેઆઉટ મૂજબ બંગલો વચ્ચે ઓછામાં ઓછી 150-200 ફૂટની જગ્યા આપવામાં આવી છે, જેથી પ્રાઇવસીમાં વધારો કરી શકાયય. તેનો ગ્રાઉન્ડ ફ્લોર નો-વ્હીકલ ઝોન છે, જ્યાં વાહનો બેઝમેન્ટમાં પાર્ક કરાશે, નહીં કે બંગલોની સામે.

apricity 7

પ્રોજેક્ટના અન્ય મુખ્ય ડિઝાઇન વિશેષતાઓમાં બેઝમેન્ટમાં વિઝિટર પાર્કિંગ, સમર્પિત વોકવે, મંદિર, ક્લબહાઉસ, જિમ, સ્વિમિંગ પૂલ, જોગિંગ ટ્રેક અને ઇન્ડોર ગેમ સુવિધાઓનો સમાવેશ થાય છે. દરેક બંગલામાં બે કાર પાર્કિંગ અને ટુ-વ્હીલર માટે પૂરતી જગ્યા છે.

apricity 9

સાયન્સ સિટી અને એસજી હાઇવેથી માત્ર ચાર મીનીટના અંતરે એપ્રીસિટી પ્રાઇમ લોકેશન ઉપર આવેલું છે, જે રહેવાનો બેજોડ અનુભવ પ્રદાન કરે છે.

apricity 6

એપ્રીસિટી નામની પ્રેરણા લેટિન શબ્દ એપ્રીકસ ઉપરથી લેવાઇ છે, જેનો અર્થ થાય છે શિયાળાના સૂર્યની ગરમી અથવા પુષ્કળ સૂર્યપ્રકાશ. એપ્રીકેટનો અર્થ છે તડકામાં સ્નાન કરવું, આરામ અને હૂંફ.

Share This Article