નવાપુરા ના જુના બહુચરાજી માતાનું મંદિર જ્યાં માગશર શુદ બીજના દિવસે મા બહુચર એ વલ્લભ ભટ્ટ નું સ્વરૂપ ધારણ કરી અને ભૈરવ શ્રી નારસીગવીર દાદાએ ધોળા નું સ્વરૂપ ધારણ કરી ભર શિયાળે ભક્ત ની લાજ રાખી હતી અને મેવાડા જ્ઞાતિને સંવત ૧૭૩૨ ની સાલ, માગશર સુદ બીજ ને સોમવારે રસ ( કેરીનો રસ) રોટલી ની નાત જમાડી હતી.


તે નિમિત્તે આજે પણ નવાપુરા ના બહુચરાજી મંદિર અમદાવાદમાં માગસર સુદ બીજ ના દિવસે ભવ્ય અન્નકૂટ ભરાય છે જેમા માં ને ચોસઠ (૬૪) ખંડ, રસ રોટલી અને બીજા વિવિધ પકવાન ધરાવવા મા આવે છે. આ દિવસે માતાજીને વર્ષમાં એક વખત મંદિર ના ગર્ભગૃહ માંથી બહાર લાવીને જમીન ઉપર બેસાડવામાં આવે છે.
આનંદના ગરબાની અને રસ રોટલી ની રચીત ભુમી નવાપુરા જુના બહુચરાજી માતા મંદિર મા માગશર સુદ બીજ ને ૦૩/૧૨/૨૪ ને મંગળવાર છે. દર્શનનો સમય બપોરે ૧ :૦૦ થી રાત્રીના ૯ : ૦૦ વાગ્યા સુઘી દરેક માઇ ભક્તો ને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે.