કેટલીક વિષમ પરિસ્થિતીને છોડી દેવામાં આવે તો દેશમાં વસ્તી માટે પુરતુ અનાજ ઉત્પાદન થાય છે. પુરતા પ્રમાણમાં અનાજનુ ઉત્પાદન થઇ રહ્યુ હોવા છતાં લાખો લોકોને આજે પણ બે વખત ભોજન પુરતા પ્રમાણમાં મળી ન શકવાના હેવાલ વારંવાર આવતા રહે છે. ભુખમરાના કારણે મોતના અહેવાલ પણ વારંવાર આવતા રહે છે. આની બિલકુલ વિરુદ્ધમાં આશરે ૬૦ હજાર કરોડ રૂપિયાનુ અનાજ દર વર્ષે બરબાદ થઇ જાય છે. જે કુલ ખાદ્યાન ઉત્પાદનના આશરે સાત ટકાની આસપાસ છે. આની પાછળ કેટલાક મુખ્ય કારણ રહેલા છે. દેશમાં અનાજ, ફળફળાદી અને શાકભાજીના ભંડારણની સુવિધા પુરતા પ્રમાણમાં નથી. સ્વતંત્રના આટલા વર્ષો બાદ પણ ખાદ્યાન્નના જંગી જથ્થાને જાળવી રાખવા માટે પુરતા પ્રમાણમાં ભંડાર ગૃહો નથી.
આને લને ખેડુતો પણ ઉદાસીન રહ્યા છે. ખુબ ઓછા એવા ખેડુતો છે જે પોતાની રીતે અનાજને જાળવી રાખવા માટે કોઇ વ્યવસ્થા કરી શક્યા છે. વારંવાર અહેવાલ આવતા રહે છે કે જાળવણીના અભાવે અને વરસાદના કારણે અનાજના જથ્થાને નુકસાન થયુ છે. કેટલીક વખત ખુબ જ ઉપયોગી એવો ખાદ્યાન્નનો જથ્થો જાહેર સ્થળો પર પડેલો રહે છે. તેની તરફ કોઇ ધ્યાન આપવામાં આવતુ નથી. પશુઓ પણ બગાડ કરી નાંખે છે. રેલવે સ્ટેશનની નજીક કેટલીક વખત મોટા પ્રમાણમાં જથ્થાને લઇને હેવાલ આવે છે. આ તમામ કમનસીબ બાબત છે. કારણ કે ભારે મહેનત સાથે અનાજનુ ઉત્પાદન કરવમાં આવે છે અને ત્યારબાદ બગાડ થઇ જાય છે.
જે બિલકુલ યોગ્ય નથી. આને કમનસીબ બાબત જ કહેવામાં આવશે કે ખેડુત ખુન પરસેવાની સાથે તમામ તાકાત લગાવી દે છે ત્યારે અનાજ વિપુલ પ્રમાણમાં થાય છે. ખેડુત તમામ સંશાધનોનો ઉપયોગ કરી નાંખે છે. ખેડુત જેટલા પ્રમાણમાં ઉત્પાદન કરી શકે છે તેટલા પ્રમાણમાં ભંડારણની વ્યવસ્થા પણ દેશમાં સ્વતંત્રતાના ૭૦ વર્ષમાં થઇ શકી નથી. મજબુરીમાં ખેડુતોને તેમના અનાજને જેમ તેમ કરીને પણ ઓછી કિંમતે અને જે મળે તે કિંમતે વેચી મારવાની ફરજ પડે છે. અથવા તો નષ્ટ કરવાની ફરજ પડે છે. ખેડુતોમાં આક્રોશ અને ટેન્શન માટે આ પણ એક કારણ છે. ઓસ્ટ્રેલિયામાં જેટલા પ્રમાણમાં એક વર્ષમાં ઘઉં થાય છે તેટલા ઘઉંનો જથ્થો તો અમારા ત્યાં ભંડારણની વ્યવસ્થા ન હોવાના કારણે બગડી જાય છે.
એફસીઆઇ અને રાજ્યોના ભંડાર નિગમના ગૌડાઉનમાં એટલી જગ્યા નથી કે દેશના પુરતા અનાજ ઉત્પાદનના જથ્થાને જાળવી શકે. ખાનગી ક્ષેત્રની ભંડારણની સુવિધા મોંઘી અને અપુરતી હોવાના કારણે અસરકારક સાબિત થઇ રહી નથી. લાખો ટન ડુંગળી અને ટામેટા તો બજાર સુધી પહોંચતા પહોંચતા જ બગડી જાય છે. રાજસ્થાનની આર્થિક સમીક્ષા ૨૦૧૭-૧૮ મુજબ રાજ્ય ભંડારણ વ્યવસ્થા નિગમના ૩૧ જિલ્લામાં ૯૩ ભંડારણ ગૃહ સંચાલિત રહ્યા છે. જેમની કુલ ભંડારણ ક્ષમતા ૧૧.૬૫ લાખ મેટ્રિન ટન છે. જ્યારે ઉત્પાદન ૨૨૫ લાખ મેટ્રિક ટન છે. ઉત્પાદનની સામે ભંડારણની વ્યવસ્થા નહીંવત સમાન છે. અન્ય રાજ્યોમાં પણ આવી જ સ્થિતી રહેલી છે.