ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. ધોરણ-૧૨ સાયન્સનુ પરિણામ ૭૧.૯૦ રહ્યુ છે. જે છેલ્લા સાત વર્ષનુ સૌથી ઓછુ પરિણામ રહ્યુ છે. જેમાં ૭૧.૮૩ ટકા વિદ્યાર્થીઓનુ પરિણામ અને ૭૨.૦૧ ટકા વિદ્યાર્થીિનઓનુ પરિણામ રહ્યુ છે. અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૭૫.૧૩ ટકા રહ્યુ છે.ગ્રેડવાર ઉમેદવારોની સંખ્યા નીચે મુજબ છે
ગ્રેડ | સંખ્યા
|
એ વન | ૨૫૪
|
એ ટુ | ૩૬૯૦
|
બી વન | ૯૮૨૮
|
બી ટુ | ૧૬૬૩૦
|
સી વન | ૨૪૫૫૦
|
સી ટુ | ૨૭૫૭૫
|
ડી | ૬૫૦૮
|
ઈ વન
|
૨૫ |
એન આઈ | ૩૪૮૦૦
|
નોંધ : એનઆઈ એટલે કે પરિણામમાં સુધારા કરવાની જરૂર