અમદાવાદ: નોવોટેલ, અમદાવાદ દ્વારા તા.૧૭ ઓગસ્ટથી તા.૨૬ ઓગસ્ટ દરમ્યાન ધ સ્કવેર ખાતે સૌ પ્રથમવાર અનોખા ગોવન કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ગોવાના એક્ષ્પર્ટ શેફ્સ દ્વારા તૈયાર કરાયેલી ગોવાની વિવિધ વાનગીઓ અને મીઠાઇનો આસ્વાદ આહારપ્રેમીઓ અમદાવાદના ઘરઆંગણે નોવોટેલ ખાતે માણી શકશે.
અપબીટ મ્યુઝિક અને ગોવાનો અદ્ભુત અનુભવ કરાવતું આ ફુડ કાર્નિવલ સ્વાદના રસિયાઓ માટે એક ઉત્તમ તક સમાન છે એમ અત્રે નોવોટેલ, અમદાવાદના જનરલ મેનેજર રિદુલ ડેકાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યં હતું કે, અમદાવાદમાં ગોવાનો અનુભવ કરાવતાં આ અનોખા ગોવન કાર્નિવલમાં ગોવાનું લાઇવ મ્યુઝિક પણ અનોખુ આકર્ષણ જમાવશે. જેમાં ગોવાના જ સ્થાનિક પિતા-પુત્રનું લાઇવ બેન્ડ ભોજનના આસ્વાદ અને લુત્ફ વચ્ચે મ્યુઝિકની મસ્તી પણ મહેમાનોને પીરસશે. હોટલમાં આવનારા મહેમાનો ગોવાના એક્ષ્પર્ટ શેફ્સ દ્વારા તૈયાર કરાયેલ ગોવાની વિવિધ વાનગીઓનો આસ્વાદ માણી શકશે.
જેમાં ગોવાની વિવિધ ડિશીઝ સામેલ છે. ખાસ કરીને વેજિટેબલ કાલ્ડિન, કોકોનેટ કરી, સિગ્નેચર ડિશીસ, ચિકન ઝાકુટી, ચિકન ફેકરિયલ, ચિકન વિન્ડાલુ, પોર્ક સોર્પોટેલ સહિતની વાનગીઓ ખાસ આકર્ષણ અને આસ્વાદનું કેન્દ્ર બની રહેશે. નોવોટેલ, અમદાવાદના જનરલ મેનેજર રિદુલ ડેકાએ વધુમાં ઉમેર્યું હતું કે, નોવોટેલ, અમદાવાદના એકઝીકયુટીવ શેફ રવિ શંકર વર્માએ ગોવાના શેફ્સ સાતે મળીને આ ફુડ કાર્નિવલ માટે ખાસ મેન્યુ તૈયાર કર્યું છે. દેશભરની સંસ્કૃતિને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા અને એકબીજાની સાંસ્કૃતિક રીતિ, ભોજન અને પ્રથાની જાણકારી મળી રહે તેવા ઉમદા આશયથી આ ફુડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ-ગુજરાતના સ્વાદના રસિયાઓ માટે ગોવાની લુત્ફ ઉઠાવવા માટે આ દસ દિવસીય ગોવન કાર્નિવલ ઘરઆંગણાની બહુ ઉત્તમ તક છે.
