ગોવિન્દા વરૂણ અને ડેવિડ ધવનથી હાલમાં નાખુશ છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડના વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા ગોવિન્દા છેલ્લા કેટલાક સમયથી એક સારી હિટ ફિલ્મના ઇન્તજારમાં છે. તેને આવી કોઇ ફિલ્મ હાથમાં લાગી રહી નથી. ગોવિન્દા હવે પોતાની નિષ્ફળતા  માટે અન્ય લોકોને જવાબદાર ઠેરવે છે. ગોવિન્દા કોઇના નામનો ઉલ્લેખ કર્યા વગર કહે છે કે બોલિવુડના કેટલાક લોકો તેની સામે કામ કરી રહ્યા છે. આ લોકો તમામને ભડકાવે છે. સાથે સાથે એમ પણ કહે છે કે ગોવિન્દાથી દુર રહેવાની જરૂર છે. ગોવિન્દા કહે છે કે કેટલાક લોકોએ તેના મિત્ર સલમાન ખાનને પણ તેની સામે ભડકાવી દીધો છે. નિર્દેશક ડેવડ ધવનની સાથે ગોવિન્દાની નારાજગી હવે તમામને ખબર છે.

એક સમય એવો હતો જ્યારે ગોવિન્દા અને ડેવિડ ધવનની જોડી સતત હિટ ફિલ્મો કરી રહી હતી. લોકો ગોવિન્દા જાડી પર પૈસા લગાવવામાં ખચકાટ અનુભવ કરતા ન હતા. એક વખતમાં ૭૫ ફિલ્મ સાઇન કરનાર ગોવિન્દા આજે એક ફિલ્મ મેળવી લેવા માટે પણ મુશ્કેલી અનુભવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ડેવિડ ધવન પર સતત નારાજગી વ્યક્ત કરનાર ગોવિન્દાએ ફરી એકવાર ડેવિડ ધવનને લઇને નારાજગી વ્યક્ત કરી છે. મુંબઇમાં પોતાની બહેન કામિની ખન્નાના પુસ્તકના અનાવરણ વેળા પહોંચેલા ગોવિન્દાએ કહ્યુ હતુ કે તેનાથી દુર રહેવા માટે કેટલાક લોકો બોલિવુડના લોકોને સલાહ આપી રહ્યા છે.

કુલી નંબર વનન રીમેક ફિલ્મ બનાવવામાં આવી રહી છે તે અંગે પુછવામાં આવતા ગોવિન્દાએ કહ્યુ હતુ કે તેઓ આ મુદ્દા પર કોઇ વાત કરવા માટે ઇચ્છુક નથી. અહીં કોઇ અન્ય ફિલ્મની પબ્લિસિટી તો થનાર નથી. ગોવિન્દાની હિટ ફિલ્મોની   રીમેક બને તેમ તે ઇચ્છતો નથી. ગોવિન્દાના સંબંધમાં ડેવિડ ધવનની કેટલીક બાબતો ગોવિન્દાને જાણવા મળ્યા બાદ સંબંધ ખરાબ થયા છે.

 

 

Share This Article