બિહાર, કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં રાજ્યપાલ બદલાયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી: દેશના અનેક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂંક કરવામાં આવી છે. બિહારના વર્તમાન રાજ્યપાલને જ્યાં જમ્મુ કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવી છે ત્યાં લાલજી ટંડનને બિહારના રાજ્યપાલ પદની જવાબદારી સોંપવામાં આવી છે. લાલજી ટંડન ઉપરાંત ગંગાપ્રસાદ, તથાગત રોય, કપ્તાનસિંહ સોલંકી સહિત પાંચ નામ સામેલ છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ખુબ જ નજીકના સાથી તરીકે રહી ચુકેલા લાલજી ટંડનને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હજુ સુધી બિહારના રાજ્યપાલ રહેલા સતપાલ મલિકને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગંગાપ્રસાદને સિક્કિમ, તથાગત રોયને મેઘાલય અને કપ્તાનસિંહ સોલંકીને ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ સત્યદેવ નારાયણને હરિયાણાના રાજ્યપાલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉત્તરાખંડના રાજ્યપાલની જવાબદારી બેબીરાની મોર્યને સોંપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં સતપાલ મલિક વર્તમાન રાજ્યપાલ એનએન વોરાની જગ્યા લેશે. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે સરકારનું પતન થયા બાદ ત્યાં રાજ્યપાલ શાસન લાગૂ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શાસન હાલમાં ચાલી રહ્યું છે ત્યારે સતપાલ મલિકને વર્તમાન રાજ્યપાલ વોરાની જગ્યાએ રાખવામાં આવ્યા છે.

Share This Article