પી ડી પી પાસેથી ગઠબંધન પાછુ ખેંચી લીધા બાદ ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ સાશન લાદવાની માંગ કરી હતી. હવે જમ્મુ કશ્મીરમાં રાજ્યપાલ સાશન લાગી ગયુ છે. એન.એન વ્હોરાએ જમ્મુ-કશ્મીરની કમાન પોતાના હાથમાં સંભાળી લીધી છે. 82 વર્ષીય વ્હોરાએ 28 જૂન 2008થી રાજ્યપાલ તરીકેની કમાન સંભાળી છે.
વ્હોરાના કાર્યકાળમાં ગુલામ નબી આઝાદ, ઉમર અબ્દુલ્લા, મુફ્તી મુહમ્મદ સઇદ, અને મેહબૂબા મુફ્તી આ ચાર મુખ્યમંત્રી બદલાયા છે. ચાર વાર જમ્મુ અને કશ્મીરમાં રાજ્યપાલ સાશન લાદી દેવામાં આવ્યુ છે. પહેલા કોંગ્રેસે પોતાનુ સમર્થન પાછુ લઇ લીધુ હતુ. બાદમાં ગુલાબ નબી આઝાદની સરકાર અલ્પ મતમાં આવી ગઇ હતી. હવે મેહબૂબા મુફ્તીની સરકાર પાસેથી ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધન પાછુ ખેંચી લીધુ છે. ત્યારે રાજ્યમાં ચોથી વખત વ્હોરાના કાર્યકાળમાં ગવર્નર સાશન લાદી દેવામાં આવ્યું.
ભારતીય જનતા પાર્ટી માટે ફક્ત વિકાસના કામના નારા લગાવવાથી 2019માં કેન્દ્રમાં પાછુ ફરવુ શક્ય નથી. માટે તેમનાથી બનતા દરેક કામ દ્વારા તે ફરી કેન્દ્રમાં આવશે. અહી સામ, દામ, દંડ અને ભેદની નિતી દ્વારા ભારતીય જનતા પાર્ટી પોતાની સરકારને પાછી લાવવા માટે બનતા પ્રયાસ કરશે.