અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક ખાસ ક્ષણ સામે આવી જ્યારે ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધોરણ ૯માં ભણતી કિશોરી વંશિકા સિંહનું પહેલું પુસ્તક ‘થિંગ્સ આઈ સ્ક્રિબલ્ડ બિફોર ગ્રોઇંગ અપ – એન ઓલમોસ્ટ-એડલ્ટ્સ ગાઇડ ટુ ફીલિંગ એવ્રીથિંગ’ લોન્ચ કર્યું. વંશિકા એક યુવાન અને ઉત્સાહી લેખિકા છે. બાળપણથી જ તેણીએ પોતાના વિચારોલખવાનું શરૂ કર્યું હતું. એક નાની ડાયરીથી શરુ થયેલું લેખન હવે એક સુંદર પુસ્તકમાં ફેરવાયું છે. આ પુસ્તકમાં તેની લાગણીઓ, વિચાર, અને અનુભવ કાવ્ય અને લાગણીસભર લખાણ તરીકે રજૂ થયાં છે. તે ઇચ્છે છે કે અન્ય યુવાનો પણ પોતાની લાગણીઓ અને સર્જનાત્મકતા ખુલ્લેઆમ વ્યક્ત કરે. આ કાર્યક્રમ ‘નન્હે સપને, નવી ઉડાન’ નામની ECA Globalની પહેલ હેઠળ ડબલટ્રી બાય હિલ્ટન, અમદાવાદમાં યોજાયો હતો. આ પહેલનો હેતુ યુવાનોની કલ્પનાશક્તિ અને પ્રતિભાને ઉજવવાનો છે.
રોચક અને ભાવનાપ્રેરક કાર્યક્રમ
પુસ્તક વિમોચન પ્રસંગે રાજ્યપાલએ વંશિકાની સરાહના કરતા કહ્યું, વનશિકા જેવી યુવાઓ નવી પેઢીની લાગણીઓ અને સપનાનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું પુસ્તક એ આજના યુવાનોના દિલની વાત છે.તેમણે કુદરતી ખેતી, શુદ્ધ આહાર અને સાચા વિચારોના મહત્વની વાત પણ કરી. તેમનું
માનવું છે કે શુદ્ધ ખોરાક અને સારી જીંદગીશૈલી બાળકોના સારી ઉછેરમાં મદદરૂપ બને છે.
પોતાના પુસ્તને લઈને વંશિકા ગૌરવ અનુભતા કહે છે કે, “મને લખવાનો શોખ હતો હું ક્લાસમાં અને મારી ક્લાસમેન્ટ્સ સાથે કવિતાઓ લખતી હતી, મારા પિતાએ મને લખવાની પ્રેરણા આપી અને મારા કાવ્યોએ આજે બુકનું રૂપ લીધું છે. પુસ્તકમાં લાઇફ અને ફિલોસોફીને કાવ્યાત્મક રીતે વણવામાં આવી છે. આ બુકમાં રહેલા કાવ્યો મારા વિચારોની બારી છે, જે દર્શાવે છે કે, હું કેવું વિચારું છું અને શું વિચારું છું.”
યુવાન ટેલેન્ટને સન્માન
આ પ્રસંગે રાજ્યપાલએ અન્ય ઘણા યુવા પ્રતિભાઓને પણ સન્માનિત કર્યા અને તમામને આ પ્રસંગે ખુબ હર્ષ થયો.
સ્મરણિય સાંજ
સાંજનો માહોલ ખુશીઓથી ભરેલો હતો. વંશિકાના સપનાનું સાકાર રૂપ જોઈને દરેક જણ ખુશ થયો. રાજ્યપાલના આશીર્વાદ અને ECA Globalની સમર્થન સાથે આ પ્રસંગ એક સામાન્ય પુસ્તક વિમોચનથી આગળ વધીને યુવાન કલ્પનાશક્તિ અને હિંમતનો ઉત્સવ બની ગયો.