નવી દિલ્હી : મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. બટાટા અને ટામેટાં સહિત તમામ શાકભાજીના ભાવ આસમાને છે. ગ્રાહકોને વધતી કિંમતોથી રાહત આપવા માટે, ગ્રાહક બાબતોના મંત્રાલયે છૂટક બજારમાં સ્થિરતા લાવવા માટે સરકાર દ્વારા બજાર દરમિયાનગીરી શરૂ કરાઈ છે. આવી સ્થિતિમાં ગ્રાહક મંત્રાલયે ટામેટાંના ભાવ ઘટાડવાનો ર્નિણય લીધો છે. સામાન્ય લોકોને રાહત આપતા ગ્રાહક મંત્રાલયે સસ્તા દરે ટામેટાં વેચવાની તૈયારી કરી લીધી છે. આજથી તમને સરકારી આઉટલેટ્સ પર 65 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં મળશે. કેન્દ્ર સરકાર આજથી સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કરવા જઈ રહી છે. ટામેટાના ભાવ 110 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચતા સરકારે ૬૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો ર્નિણય કર્યો છે.
પહેલા ટામેટાં દિલ્હી-એનસીઆર અને પછી સમગ્ર દેશમાં સસ્તા ભાવે મોકલવામાં આવશે. ટામેટાં ઉપરાંત કઠોળ, લોટ, ડુંગળી અને ટામેટાં સસ્તા ભાવે આપવા માટે સરકાર સમયાંતરે ર્નિણયો લેતી રહે છે. ટામેટાંના આસમાને જઈ રહેલા ભાવને અંકુશમાં લેવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં ટામેટાના ભાવમાં ઝડપથી વધારો થયો છે. જેના કારણે સામાન્ય માણસને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારને આશા છે કે આ પગલાથી કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ મળશે, વાસ્તવમાં ટામેટા એક એવી શાકભાજી છે જેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. આવી સ્થિતિમાં, ટામેટાંના ભાવમાં આટલા ઝડપી વધારાને કારણે, સામાન્ય માણસના ખિસ્સામાં ખાડો પડી રહ્યો છે અને તેનું રસોડું બજેટ બગડી રહ્યું છે. સરકારના આ ર્નિણયથી એવા લોકોને રાહત મળવાની આશા છે જે દર સાંભળીને આગળ વધે છે.