સરકારી કંપનીઓની જમીન વેચી ખજાનો ભરાશે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : જાહેર ક્ષેત્રની કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે સરકાર હવે આ કંપનીઓની જમીન વેચીને પણ ખજાનો ભરવા માટેની યોજના ધરાવે છે. આની તૈયારી પણ કરી લેવામાં આવી છે. રોકાણ અને જાહેર ક્ષેત્રની સંપત્તિ જાળવણી વિભાગના સચિવ અતનુ ચક્રવર્તિએ કહ્યુ છે કે આના માટે ૨૯ સરકારી કંપનીઓની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. ટુંક સમયમાં જ આની સાથે સંબંધિત જરૂરી ઘોષણા કરવામાં આવનાર છે. ચક્રવર્તિએ કહ્યુ છે કે સરકાર વ્યુહાત્મક વેચાણની સાથે સાથે આગામી સપ્તાહમાં વેચાણ માટે ત્રણ નવા પ્રસ્તાવ રજૂ કરી શકે છે.

તેમણે કહ્યુ હતુ કે અમે તબક્કાવાર રીતે આગળ વધી રહ્યા છીએ. સરકાર કેટલીક જમીનનુ વેચાણ કરીને આગળ વધવા માટે ઇચ્છુક છે. પહેલા વેચાણ માટે પ્રસ્તાવ રજૂ કરીને આના પર બજારમાંથી મળનાર પ્રતિક્રિયાને જોવામાં આવનાર છે. ત્યારબાદ આ પ્રક્રિયાને વધારે ઝડપી કરવામાં આવનાર છે. સામાન્ય બજેટમાં સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેસ્ટના લક્ષ્યને વધારીને ૧.૦૫ કરોડ રૂપિયા કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે.

આનાથી પહેલા વચગાળાના બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ મારફતે ૯૦ હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના તૈયાર કરવામા આવી હતી. સરકારે પહેલાથીજ રણનિતી વેચાણ માટે આશરે ૩૫ કેન્દ્રિય જાહેર ક્ષેત્રના એકમોની યાદી તૈયાર કરી લીધી છે. જેમાં એર ઇન્ડિયા અને પવન હંસ પણ સામેલ છે. વેચાણ પ્રક્રિયાને વધારે ઝડપી કરીને  તેમની જમીન વેચી દેવામાં આવનાર છે. સરકાર પહેલા કંપનીઓની જમીન વેચીને ખજાનો ભરવા માટે ઇચ્છુક છે.

Share This Article