રાહુલ ગાંધીની સાથે ‘ભારત-જોડો-યાત્રા’માં સામેલ થવા પર સરકારી શિક્ષક થયા સસ્પેન્ડ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મધ્યપ્રદેશના બરવાની જિલ્લામાં એક સરકારી શાળાના શિક્ષકને રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રામાં ભાગ લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજ્યના આદિજાતિ બાબતોના વિભાગ હેઠળના જિલ્લાના કંસાયા ખાતે સંચાલિત પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશ કન્નોજેને યાત્રામાં ભાગ લેવાના એક દિવસ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેમના સસ્પેન્શનનો આદેશ સામે આવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

આદિજાતિ બાબતોના વિભાગના આસિસ્ટન્ટ કમિશનર એનએસ રઘુવંશીએ જણાવ્યું હતું કે, “રાજેશ કન્નોજેને સેવા આચાર નિયમોનું ઉલ્લંઘન કરવા અને રાજકીય રેલીમાં ભાગ લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેણે અગત્યના કામને ટાંકીને રજા માંગી હતી, પરંતુ તેણે રાજકીય કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સેવાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. દરમિયાન, રાજ્ય કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ કેકે મિશ્રાએ એક ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, “શિવરાજ સિંહ ચૌહાણ સરકારે કર્મચારીઓને RSS શાખામાં ભાગ લેવાની મંજૂરી આપી છે, પરંતુ એક આદિવાસી રાજેશ કન્નોજેને બિનરાજકીય રેલી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.” આ દરમિયાન રાહુલ ગાંધી ‘તીર-કમાન’ આપવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાંથી ૨૩ નવેમ્બરે પહોંચેલી ભારત જોડો યાત્રા રવિવારે રાજસ્થાનમાં પ્રવેશ કરશે.

Share This Article