હાલના મીડિયા રિપોર્ટ્સમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે ફેસબુકે એ પ્રકારની સમજૂતી કરી છે કે જે ફોન તથા અન્ય ઉકરણ નિર્માતાઓને ફેસબુક યૂઝર્સની વ્યક્તિગત સૂચના સુધી સુધી પહોંચ બનાવવાની પરવાનગી આપે છે. આ વ્યક્તિગત સૂચનાઓમાં સ્પષ્ટ સહમતી લીધા વગર યૂઝરના મિત્રો સાથે જોડાયેલી સૂચનાઓનો સમાવેશ થાય છે. ભારત સરકારે ભૂલો કે ઉલંઘનોના રિપોર્ટ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
આ પહેલા પહેલા કેમ્બ્રિજ એનાલિટિકા પ્રકરણ સંબંધિત વ્યક્તિગત ડેટા ઉલંઘન વિશે પ્રસિદ્ધ નોટિસ પર ફેસબુકે ક્ષમાયાચના કરી હતી અને ભારત સરકારને દ્રઠ આશ્વાસન આપ્યુ હતુ કે ફેસબુક પોતાના પ્લેટફોર્મ પર યૂઝર ડેટાની ગોપનીયતાની રક્ષા માટે ગંભીરતાથી પ્રયત્ન કરશે. પરંતુ એવા રિપોર્ટ ફેસબુક દ્વારા આપવામાં આવેલા આશ્વાસનો વિશે અસહજ સવાલ ઉઠાવે છે.
આ માટે ઇલેકટ્રોનિક્સ તથા સૂચના ટેકનોલોજી મંત્રાલયે આ વિષયમાં વિસ્તૃત વાસ્તવિક રિપોર્ટ માંગતા ફેસબુક પાસેથી સ્ષષ્ટીકરણ માગ્યું છે અને ફેસબુક પાસેથી ૨૦ જૂન સુધી જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.