સરકારી યોજનાનો મહત્તમ લાભ લેવા રૂપાલાના સૂચન

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ: ડી.એન.પોલીટેકનીક એજયુકેશન ટ્રસ્ટ, ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી અને એપરેલ ટ્રેનીંગ અને ફેશન ડિઝાઇનીંગ સેન્ટરના સંયુકત ઉપક્રમે શહેરના બાપુનગર વિસ્તારમાં સંસ્થાની જ બહેનો-યુવતીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ ગારમેન્ટ, હસ્તકલાના નમૂનાઓનું એક વિશાળ ગારમેન્ટ એકઝીબીશન કમ સેલનું રાજયના કેન્દ્રીય કૃષિમંત્રી અને પંચાયત મંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલાના હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય વલ્લભ કાકડિયા, ડી.એન.પોલીટેકનીકના મેનેજીંગ ટ્રસ્ટી દિપકભાઇ એન.ચૌહાણ, ઝાક જીઆઇડીસીના નાયબ પ્રમુખ હર્ષદ જાની સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.

શહેરના બાપુનગર વિસ્તારમાં ઘંટી બસ સ્ટેન્ડ પાસે પટેલવાડી ખાતે તા.૨૧થી તા.૨૩ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસના આ પ્રદર્શનમાં એપરેલ ટ્રેનીંગ અને ફેશન ડિઝાઇનીંગ સેન્ટરની બહેનો અને યુવતીઓ દ્વારા તૈયાર કરાયેલ ઉત્કૃષ્ટ પ્રદર્શન નિહાળી અને ખરીદી શકાશે. આ પ્રસંગે રાજયના કેન્દ્રીય કૃષિ અને પંચાયત મંત્રી શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા જણાવ્યું હતું કે, જે પ્રકારે ગુજરાતનો અને ભારતનો વિકાસ થઇ રહ્યો છે તે જાતાં યુવાનો માટે હવે વિવિધ ક્ષેત્રોમાં નોકરી અને રોજગારની બહુ વિપુલ તકો રહેલી છે. સરકારની યોજનાઓનો વિસ્તૃત અહેવાલ રાજયના વિવિધ સમાજા સુધી પહોંચાડો કે જેથી લોકોને તેની જાણકારી થાય. સરકારની યોજનાઓમાં ઘણા અને અદ્‌ભુત લાભો છે, તેનો લોકોએ ખાસ કરીને યુવાનો અને બહેનો-યુવતીઓ, મહિલાઓએ મહત્તમ લાભ લેવો જાઇએ.

એપરેલ ટ્રેનીંગ એન્ડ ફેશન ડિઝાઇનીંગ સેન્ટરની બહેનો અને યુવતીઓની કલા-કૌશલ્યના નમૂનાઓ ઉપલબ્ધ બનાવતું આ એક અદ્‌ભુત અને પ્રેરણારૂપ પ્રદર્શન છે. બહેનો-યુવતીએ શીખતાં શીખતાં પોતાના કલા-કૌશલ્ય અને ભારે મહેનતથી ગારમેન્ટ અને હસ્તકલાની અનોખી વેરાઇટી તૈયાર કરી છે ત્યારે તેઓને પ્રોત્સાહન આપવું જાઇએ. હવે ડિજિટલ યુગ છે તેથી ડિજિટલી રીતે સંસ્થાની આ બહેનો અને યુવતીઓની પ્રોડ્‌કટસનું માર્કેટીંગ કરવું જાઇએ કે જેથી શહેર સહિત રાજયભરમાં એક નવા મોડેલની પ્રેરણા પૂરી પાડી શકાશે. સમાજની જયારે રચનાઓ થઇ ત્યારે અભ્યાસની માંગ હતી પરંતુ હવે આજના જમાનામાં કલા-કૌશલ્યની ભારે ડિમાન્ડ છે અને તે મુજબ પરિવર્તન કરવાની જરૂર છે.

આ બસ યુવાનોએ તેમનામાં રહેલી ક્ષમતાઓ ઓળખીને પોતાના આત્મવિશ્વાસને જગાવવાની જરૂર છે. તેમણે યુવાનોને ખાસ સંદેશો આપતાં ઉમેર્યું કે, તમે નોકરી કે તાલીમમાં જે કંઇ પણ શીખો કે કાર્ય કરો તે પૂરા દિલથી અને ધગશથી કરો, તેના થકી એક દિવસમાં તમે સફળતાના શિખરો સર કરી શકશો.  દરમ્યાન સ્થાનિક ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ યુવક-યુવતીઓ માટે સરકારની આ યોજના એક આશીર્વાદ સમાન છે કે જેનાથી તેઓ પોતાની કારકિર્દી બનાવી શકે છે. ડી.એન.પોલીટેકનીક સંસ્થાના પ્રિન્સીપાલ અને ચેરમેન દિપકભાઇ ચૌહાણ દ્વારા યુવતીઓને ભવ્ય ગારમેન્ટ એક્ઝીબીશન કમ સેલનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આજના કાર્યક્રમ દરમ્યાન સંસ્થાની બહેનો-યુવતીઓ ઉત્સાહપૂર્વક એકઝીબીશનમાં ભાગ લીધો હતો.

Share This Article