દાહોદમાં સૌથી વધુ કુપોષિત બાળકો ૫૧૩૨૧ નોંધાયા
ગાંધીનગર : દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૨૯ જિલ્લાના ૫,૨૮,૬૫૩ બાળકો કુપોષિતથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો કર્યો છે. રાજ્યના ૪ જિલ્લામાં બાળકોના કુપોષણની સંખ્યામાં વધારો થયો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે દાહોદ શહેર કુપોષણના લિસ્ટમાં ટોપ પર છે. દાહોદમાં સૌથી વધુ કુપોષિત બાળકો ૫૧૩૨૧ નોંધાયા છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો હતો. વિકાસની વાતો કરનારા ગુજરાતમાં બાળકો કેટલા કુપોષિત છે તે જવાબ જાણીને હક્કાબક્કા રહી જવાશે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કુલ ૫,૨૮,૬૫૩ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં ૫૧૩૨૧ બાળકો કુપોષિત છે. તો નવસારીમાં સૌથી ઓછા ૧૫૪૮ કુપોષિત બાળકો નોંધાયા છે. આંકડા પર નજર કરીએ તો ગુજરાત વિધાનસભામાં રાજ્યના કુપોષિત બાળકોના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૨૯ જિલ્લાના ૫,૨૮,૬૫૩ બાળકો કુપોષિત છે. ૫,૨૮,૬૫૩ બાળકોમાંથી ૧,૧૮,૧૦૪ બાળકોનું વજન અતિઓછા વજનવાળામાં સમાવેશ થાય છે. ૨૯ જિલ્લામાંથી ૨૪ જિલ્લામાં કુપોષણના દરમાં સુધારો જાેવા મળ્યો છે. પરંતુ ૯૭૮૪૦ બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે. રાજ્યના ૪ જિલ્લામાં બાળકોના કુપોષણની સંખ્યામાં વધારો થયો છે. ૪ જિલ્લામાં કુપોષણના ૧૬૦૬૯ બાળકો વધ્યા છે. સૌથી વધુ કુપોષિત બાળકો ૫૧૩૨૧ દાહોદમાં નોંધાયા છે. નવસારીમાં સૌથી ઓછા ૧૫૪૮ કુપોષિત બાળકો નોંધાયા છે. રાજ્યના સૌથી મહત્વના જિલ્લા અમદાવાદમાં ૩૫૧૬ કુપોષિત બાળકોનો વધારો થયો છે. ગૃહમાં રજૂ થયેલા આંકડાઓમાંથી નવસારીના આંકડાઓમાં વિસંગતતા જાેવા મળી છે. કુલ ૧૫૪૮ કુપોષિત બાળકો સામે ૫૪૮૯ બાળકો કુપોષણમાંથી બહાર આવ્યાનું લેખિતમાં અપાયું છે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગૃહમાં લેખિત જવાબ આપ્યો છે.
ક્યાંક તમે તો નકલી ઘી ખરીદીને ઘરે નથી લઈ જતાને?
પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી...
Read more