વિશ્વ બેંક સાથે ૫૦ કરોડ ડોલરની વધારાની આર્થિક સહાય માટે કરાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારત સરકાર અને વિશ્વ બેંકની વચ્ચે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય) અંતર્ગત ગ્રામીણ સ઼ડક યોજનાને વધારાની નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવા માટે ૫૦ કરોડ ડોલરની લોન માટે કરાર થયો છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલી આ યોજના અંતર્ગત ૭,૦૦૦ કિલોમીટર લાંબો રોડ બનાવવામાં આવશે, જેમાંથી ૩,૫૦૦ કિલોમીટરના નિર્માણમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

વિશ્વ બેંક વર્ષ ૨૦૦૪માં શરૂઆતથી જ પીએમજીએસવાયને સહયોગ આપી રહી છે. અત્યાર સુધી તે અંતર્ગત બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મેઘાલય, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવા આર્થિક રૂપથી નબળા અને પહાડી રાજ્યોમાં ૧૮૦ કરોડ ડોલરની લોનના માધ્યમથી રોકાણ કરવામાં આવી ચૂક્યુ છે. તે અંતર્ગત આશરે ૩૫,૦૦૦ કિલોમીટર ગ્રામીણ રસ્તાનું નિર્માણ અને સુધારો કરવામાં આવી ચૂક્યો છે, જેમાં લગભગ ૮૦ લાખ લોકોને ફાયદો થયો છે.

ગ્રામીણ વિકાસ વિભાગના સંયુક્ત સચિવ અલકા ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ભારત સરકાર તરફથી નાણા મંત્રાલયના આર્થિક બાબતોની વિભાગના સંયુક્ત સચિવ સમીર કુમાર ખરે અને વિશ્વ બેંકના ભારત ખાતેના કંટ્રી નિદેશક જુનેદ અહમદે આ કરાર પર હસ્તાક્ષાર કર્યા હતા.

Share This Article