હાલમાં દેશમાં ભારે વિરોધાભાસની સ્થિતી રહેલી છે. કારણ કે એકબાજુ સરકારી નોકરીનુ પ્રમાણ ઘટી રહ્યુ છે ત્યારે બીજી બાજુ યુવાનોમાં સરકારી નોકરીને લઇને ક્રેઝ વધી રહ્યો છે. આનુ મુખ્ય કારણ ખાનગી ક્ષેત્રની નોકરીથી મોહભંગ થઇ રહ્યો છે. ઉદારીકરણ અને નવી આર્થિક નિતી અપનાવવામાં આવ્યા બાદ એક દોર એવો આવ્યો હતો જ્યારે યુવાનો ખાનગી ક્ષેત્રમાં આગળ વધી ગયા હતા. સરકારી નોકરી છોડીને યુવાનો કોર્પોરેટ સેક્ટરમાં ઘુસી ગયા હતા. જો કે હવે ફરી એકવાર આ ટ્રેન્ડ બદલાઇ ગયો છે. સરકારી નોકરી ફરી એકવાર યુવાનોમાં પ્રાથમિકતા બની ગઇ છે. સેન્ટર ફોર ઇÂક્વટી સ્ટડીઝના એક નવા સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે કેટલીક બાબતો હવે ઝડપથી બદલાઇ ગઇ છે. દિલ્હી, જયપુર, અલ્હાબાદ જેવા શહેરોને આવરી લઇને કરવામાં આવેલા સર્વોમાં કેટલીક નવી બાબત સપાટી પર આવી હત. આ શહેરોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં રહેલા ૫૧૫ વિદ્યાર્થીઓના વિચાર જાણવાના પ્રયાસ કરવામા આવ્યા હતા. જેમાંથી ૭૨ ટકા યુવાનોએ અને ગ્રેજુએટ તેમજ ૧૯ ટા પોસ્ટ ગ્રેજુએટ દ્વારા મત આપવામાં આવ્યો હતો કે સરકારી નોકરી હાંસલ કરવાની તેમની પ્રાથમિકતા રહેલી છે. જ્યારે પ્રાઇવેટ નોકરી કરવાને લઇને નકારાત્મક વિચારો યુવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. તેમનુ કહેવુ છે કે ખાનગી ક્ષેત્રની નોકરી સુરક્ષિત રહેતી નથી. તેમનામાં શોષણનુ પ્રમાણ વધારે રહે છે.
સાથે સાથે વધારે કલાક સુધી કામ કરવાની સ્થિતીમાં પણ વેતન ઓછા રહે છે. તેમાંથી કેટલાક તો પહેલાથી ખાનગી ક્ષેત્રમાં નોકરી કરી ચુક્યા છે. તેમનુ કહેવુ છે કે ખાનગી ક્ષેત્રથી પરેશાન થઇને યુવાનો હવે સરકારી નોકરી હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. મોટા ભાગના લોકો દ્વારા એવો અભિપ્રાય આપવામાં આવ્યો છે કે બેરોજગારીની સમસ્યા એ વખતે જ ઉકેલી શકાશે જ્યારે સરકાર તમામ જરૂરી હોદ્દા પર નિયમિત રીતે નિમણૂંક કરશે. યુવાનોનુ કહેવુ છે કે મોટી સંખ્યામાં હોદ્દા ખાલી પડેલા છે. પરંતુ સરકાર તેમને ભરવા માટે પ્રયાસ કરતી નથી. છેલ્લા કેટલાક સમયથી સરકારે ચોથા વર્ગના પદ માટે એમએ , પીએચડી, અને એમબએ યોગ્યતા ધરાવતા ઉમેદવાર પણ અરજી કરી રહ્યા છે. તેનાથી પણ સાબિત થાય છે
આજે શિક્ષિત યુવાનોની હાલત કેટલી ખરાબ થયેલી છે. સરકારી નોકરીને કેટલી મહત્વપૂર્ણ ગણે છે તે બાબત આના કારણે સાબિત થાય છે. આ બાબત યોગ્ય છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ આવી જવાના કારણે ખાનગી સેક્ટરને પ્રોત્સાહન મળી રહ્યુ છે. સાથે સાથે નવી નોકરીની તક સર્જાઇ છે. પરંતુ નોકરી એવા જ યુવાનોને મળી શકી છે જે પોતાના ક્ષેત્રમાં કેટલીક કુશળતા ધરાવે છે. આજે પણ આ કંપનીઓ પોતાના ઇરાદા સાથે એવા જ યુવાનોને રાખે છે જે કેટલાક અંશે પોતાના કામમાં નિષ્ણાંત છે. ટેકનિકલ નિષ્ણાંતોને પણ તક મળી રહી છે. શરૂમાં ખાનગી સેક્ટરમાં સારા પગારની ઓફર પણ કરવામાં આવી છે પરંતુ મંદીના માહોલમાં કંપનીઓને તકલીફ પણ થઇ રહી છે. સરકાર માટે પણ કેટલાક પડકારની સ્થિતી છે. કારણ કે નોકરીને વધારી દેવાની તાકીદની જરૂર છે.