નાણામંત્રી ર્નિમલા સિતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યુ છે. આ નાણામંત્રીનું પાંચમું બજેટ છે. બજેટ દરમિયાન સરકારે ઘણી મોટી જાહેરાતો કરી. નાણામંત્રીએ કહ્યું કે, બેંક પ્રશાસનમાં સુધાર અને રોકાણકારોની સુરક્ષા વધારવા માટે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, બેંકિંગ કંપની એક્ટ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટમાં કેટલાક સુધારાની દરખાસ્ત કરવામાં આવી રહી છે. બેંકિંગ વહીવટમાં સુધારા માટે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. ર્નિમલા સિતારમણે કહ્યું કે, સેબને હજુ વધારે સશક્ત બનાવવામાં આવશે.
નાણામંત્રીએ તેમના ભાષણમાં આઈએફએસસી એક્ટમાં ફેરફારની જાહેરાત કરી, હવે વિદેશી બેંક IFSC બેંકને ટેકઓવર કરી શકશે. નાણાકીય રેગુલેટર નિયમોની સમીક્ષા કરશે. કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સિતારમણે ૧ ફેબ્રુાઆરી ૨૦૨૩ના રોજ રેલવે અને ખેડૂતોને લઈે ટેક્સપેયર્સ બધાનું ધ્યાન રાખ્યું છે. ર્નિમલા સિતારમણે કહ્યું કે, કોરોના છતાય ભારતીય અર્થતંત્ર યોગ્ય દિશામાં છે. ચાલૂ વર્ષ માટે દેશની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ ૭ ટકા સુધી રહી શકે છે. આ વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધારે છે. તેમણે જણાવ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા દુનિયામાં ૧૦માં સ્થાન પર પહોંચી છે. આ દરમિયાન મહિલાઓ અને ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.