ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે દેશમાં સતત આતંકવાદને પ્રોત્સાહન આપવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના આરોપસર આતંકવાદી જૂથ સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા (SIMI) પરનો પ્રતિબંધ વધુ ૫ વર્ષ માટે લંબાવ્યો છે. કેન્દ્રની અટલ બિહારી વાજપેયી સરકારે ૨૦૦૧થી SIMI પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારથી દર વખતે પ્રતિબંધ લંબાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે સોશિયલ મીડિયા ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આતંકવાદ પ્રત્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો ટોલરન્સ વિઝનને મજબૂત બનાવતા, SIMI પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી ૫ વર્ષ માટે ‘કાયદા વિરુદ્ધ સંગઠન’ જાહેર કર્યું. ૨૦૦૧માં વાજપેયી સરકાર દ્વારા SIMI પર પહેલીવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી આ પ્રતિબંધ દર ૫ વર્ષે લંબાવવામાં આવે છે. સિમી પર છેલ્લો પ્રતિબંધ ૩૧ જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ લાદવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જાેખમમાં મૂકવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સિમ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.” કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે SIMI હજુ પણ તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે અને સંગઠન તેના કાર્યકરોને ફરીથી ગોઠવવામાં વ્યસ્ત છે, જેઓ ફરાર છે. નોટિફિકેશન મુજબ, આ સંગઠન સાંપ્રદાયિકતા, વિસંગતતા પેદા કરવા, રાષ્ટ્રવિરોધી ભાવનાઓને ઉશ્કેરવા, ઉગ્રવાદને ટેકો આપવા અને દેશની અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવા તેમજ બિનસાંપ્રદાયિક માળખાને નુકસાન પહોંચાડવાના હેતુથી હાનિકારક પ્રવૃત્તિઓ કરી રહી છે. આતંકવાદી સંગઠન SIMIની રચના એપ્રિલ ૧૯૭૭માં ઉત્તર પ્રદેશના અલીગઢમાં થઈ હતી. સંસ્થાની પ્રવૃત્તિઓ શરૂઆતથી જ સમાચારોમાં રહી છે. ભારત સરકારે ૨૦૦૧માં તેને આતંકવાદી સંગઠન ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
કેનેડામાં ભણવા જવાનો શોખ હોય તો વાંચી લો સમાચાર, ધંધે લાગી જશો
કેનેડાના ઇમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા વિભાગે માર્ચ અને એપ્રિલ 2024ના જારી કરેલા આંકડા મુજબ લગભગ 50 હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નો-શો...
Read more