તમિલનાડૂના તૂતીકોરિનમાં થઇ રહેલાં વિરોધ પ્રદર્શન વચ્ચે રાજ્ય સરકારે સ્ટારલાઇટ કોપર વેદાંતા લિમિટેડના યૂનિટને હંમેશા માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તમિલનાડૂ સરકારે સ્ટારલાઇટ પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે.
જયલલિતા ‘જનતા દ્વારા, જનતા માટે’ના નારા સાથે કામ કરતા હતા. મુખ્યમંત્રી પલાનીસ્વામી દ્વારા યૂનિટ બંધ કરવાનો આદેશ આ નારા પર આધારિત છે. જ્યારે સુપ્રીમ કોર્ટે તૂતીકોરિનમાં સ્ટારલાઇટના આ પ્રોજેક્ટની આજુબાજુ જમીન અને પાણીમાં આર્સેનિક અને કૈડમિયમ પ્રદુષણ પર નિયંત્રણના પ્રયાસો વિશે તમિલનાડૂ સરકારને રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશ આપવા માટે દાખલ કરવાની અરજી પર ઝડપી સુવનવણી માટે મનાઇ કરી છે.
ઉલ્લેખનિય છે કે, તૂતીકોરીનમાં પ્રોજેક્ટના વિરોધમાં 13 લોકોના મોત થયાં હતાં. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયેલો હતો. તેથી આ વિસ્તારમાં 144ની કલમ લગાવેલી હતી. જ્યારે હાલ સરકારે 144ની કલમ હટાવી લીધી છે.