રાજકોટ: ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રે અગ્રણી, ગોપાલ સ્નેક્સ લિમિટેડ, 70માં ફિલ્મફેર એવોર્ડ્સ 2025 સાથે ગુજરાત ટુરીઝમ સાથે આધિકારિક સ્નેક પાર્ટનર તરીકે જોડાઈ હતી. કંપનીએ ભારતના સૌથી પ્રખ્યાત હિન્દી ફિલ્મ એવોર્ડ્સ સમારંભ સાથે સહયોગ સ્થાપિત કર્યો હતો. આ એવોર્ડ સમારોહ અમદાવાદના એકા એરેના ખાતે યોજાયો હતો, જેમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ઈવેન્ટમાં ગોપાલ સ્નેક્સના સ્થાપક બિપિન હદવાણીએ એક્ટર રવિ કિશનને ફિલ્મ “લાપતા લેડીઝ” માં તેમના ઉત્કૃષ્ટ અભિનય માટે શ્રેષ્ઠ સહાયક ભૂમિકા (પુરુષ) એવોર્ડ એનાયત કર્યો હતો. આ રીતે, તેમણે કંપની માટે આ મનોરંજક ઈવેન્ટને વધુ ખાસ બનાવી દીધી હતી.
આ પ્રસંગે શ્રી હદવાણીએ કહ્યું હતું કે, “બોલીવુડના સૌથી મોટા એવોર્ડ સમારોહ, ફિલ્મફેર એવોર્ડ્સ સાથે ભાગીદારી કરવી, એ ખરેખર ગોપાલ સ્નેક્સ માટે સૌભાગ્યની વાત છે. જેમ હિન્દી ફિલ્મો ભાવનાઓ અને સર્જનાત્મકતા દ્વારા કરોડો લોકોને પ્રભાવિત કરે છે, તેવી જ રીતે અમારી બ્રાન્ડ અધિકૃત સ્વાદો અને આનંદ દ્વારા લોકોને જોડવાનો પ્રયાસ કરે છે.”
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ, આજે એક પ્રાદેશિક લોકપ્રિય બ્રાન્ડમાંથી રાષ્ટ્રીય બ્રાન્ડ બની ગઈ છે. તે ભારતમાં ગઠિયા અને સ્નેક પેલેટ્સની સૌથી મોટી ઉત્પાદક છે. તે ગુજરાતમાં સંગઠિત પરંપરાગત નમકીનનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે અને પાપડ ઉત્પાદનમાં રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમે છે. તે 320 અન્ય પ્રકારોમાં 85 થી વધુ ઉત્પાદનો પ્રદાન કરે છે, જેમાં પરંપરાગત નમકીન, સ્નેક પેલેટ્સ, પેકેજ્ડ મીઠાઈઓ, મસાલા અને પશ્ચિમી પ્રેરિત સ્વાદિષ્ટ વાનગીઓ સામેલ છે.
