ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રની અગ્રણી ગોપાલ સ્નેક્સ લિમિટેડ કંપનીએ તેના મોડાસા પ્લાન્ટ ખાતે વિસામો કિડ્સ ફાઉન્ડેશનના બાળકોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાતથી યુવા મહેમાનોને તેમના મનપસંદ નાસ્તા બનાવવાની પ્રક્રિયા અંગે જાણકારી મળી હતી. આખા દિવસ દરમિયાન, બાળકોમાં જિજ્ઞાસા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કેલોરેક્સ ગ્રુપની સામાજિક પહેલ, વિસામો કિડ્સ ફાઉન્ડેશન, વિતેલાં 22 વર્ષથી વધુ સમયથી વંચિત બાળકોને સહાય આપવા માટે અથાગ મહેનત કરી રહી છે. સંસ્થા તેમને શૈક્ષણિક સંસાધનો, આરોગ્યસંભાળ અને ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દીની તકો પૂરી પાડીને અનેક બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
ગોપાલ સ્નેક્સના પ્લાન્ટની મુલાકાતે આવેલાં તમામ બાળકોની ખુશીમાં વધારો કરતાં, તેમને નવા કપડાં આપવામાં આવ્યાં હતા. આ એક વિચારશીલ ભાવના હતી, જેણે બાળકોમાં દિવાળી પહેલા ઉત્સવના આનંદની લાગણી અને સ્મિત ફેલાવ્યું હતું. આ પહેલ, હકીકતમાં ગોપાલ સ્નેક્સની યુવા મનને આશા અને ખુશીને પ્રોત્સાહિત કરતા યાદગાર અનુભવો સાથે સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.