અમદાવાદઃ મુંબઇ અને જયપુરમાં સફળતાપૂર્વક લોન્ચ કરાયાં બાદ ગુગલ ભારતના વધુ પાંચ શહેરોમાં ‘નેબરલી’ એપ લાવી રહ્યું છે. આજથી અમદાવાદ, કોઇમ્બતુર, મૈસુર, વિઝાગ અને કોટાના રહેવાસીઓ એપનો ઉપયોગ કરી શકશે કે જ્યાંના લોકોએ ઉત્સાહભેર પ્રતિક્ષાયાદીમાં પોતાને સામેલ કરીને નેબરલી પોતાના શહેરમાં લાવવામાં સહયોગ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે નેબરલીએ લોન્ચ થતાંની સાથે મુંબઇ અને જયપુરના રહેવાસીઓએ તમામ પ્રકારના સ્થાનિક પ્રશ્નો – એટલે કે શોપિંગ, ફિટનેસ સંબંધિત પૂછપરછ, ફુડની ભલામણો અથવા ટ્યુશન સેન્ટર વગેરેના જવાબ મેળવ્યાં છે. પ્રશ્ન બોલવા માટે ૨૦ ટકા લોકો મોબાઇલ ઉપર ટેપ કરે છે અને દરેક પ્રશ્ન (બોલાયેલો અથવા લખાયેલો) ઉપર સરેરાશ ચાર સુસંગત અને વિશ્વસનીય જવાબ મળે છે.
છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન અમદાવાદમાં વ્યાપક યુઝર ટેસ્ટિંગ કરાયા બાદ એપ લોન્ચ કરવામાં આવી છે. આ ગતિશીલ શહેરે ગુગલના નેક્સ્ટ બિલિયન યુઝર્સ ટીમને આકર્ષી છે અને તેમણે માણેક ચોક, નવરંગપુરા, એલિસ બ્રિજ અને વસ્ત્રાપુર વિસ્તારોમાં શ્રેણીબદ્ધ અભ્યાસ કરીને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. તેમનો પ્રતિસાદ પ્રોત્સાહક હતો – ખાસ કરીને મહિલાઓ, વિદ્યાર્થીઓ અને દરરોજ મુસાફરી કરતાં લોકો તરફથી. લોકોએ તેમના પાડોશીઓને પ્રશ્ન પૂછવામાં સ્થાનિક ભાષાના ઉપયોગની સુવિધા તથા અન્ય લોકોને માહિતી આપવાની વિશેષતાની પ્રશંસા કરી હતી.
ગુગલની નેક્સ્ટ બિલિયન યુઝર્સ ટીમના ગ્રુપ પ્રોડક્ટ મેનેજર જાશ વુડવર્ડે જણાવ્યું હતું કે, “મુંબઇ અને જયપુરમાં વિવિધ વયજૂથના લોકો રસપ્રદ રીતે એપનો ઉપયોગ કરીને તેમના પાડોશીઓને દૈનિક પ્રશ્નો પૂછવામાં એપનો ઉપયોગ કરી રહ્યાં છે. નેબરલી દ્વારા અમે ભારતમાં ઝડપથી વૃદ્ધિ સાધતાં ઇન્ટરનેટ યુઝર્સની તેમના પાડોશમાં સ્થાનિક માહિતી સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સક્ષમ બનાવીશું. અમે પ્રારંભિક સ્વિકૃતિ અને જાડાણને જાતાં ઉત્સાહિત છીએ તથા અમદાવાદના લોકોને ઉપયોગી અનુભવ પ્રદાન કરવા માટે સજ્જ છીએ.”
- ઉન્નત વોઇસ ઇનપુટ – ૨૦ ટકા યુઝર્સ પ્રશ્ન બોલવા માટે ટેપ કરે છે ત્યારે અમે વધુ સારા નિયંત્રણો સાથે વોઇસ ઇનપુટ એક્સપિરિયન્સમાં સુધારો કર્યો છે, જેનાથી તમે તમારી ભાષામાં પ્રશ્નો પૂછી શકો છો અને પ્રશ્નોનો જવાબ પણ આપી શકો છો
- ત્વરિત પ્રતિસાદ – જ્યારે લોકો પ્રશ્ન પૂછે ત્યારે ઘણીવાર તેઓ મળતાં જવાબો સંબંધિત કેટલીક સ્પષ્ટતા કરવા માગતા હોય છે. હવે ઇનલાઇન રિપ્લાય ફીચરમાં આ શક્ય છે.
- સમાન જવાબો – કેટલાંક નેબર્સે પ્રશ્ન પૂછ્યાં બાદ ઘણાં એક સમાન જવાબ મેળવે છે. આથી હવે નવી અપડેટમાં તમે સમાન જવાબની ઓળખ કરી શકશો, જેથી તેને શોધવા સરળ રહેશે.
નેબરલીનું બીટા વર્ઝન આજથી અમદાવાદના એન્ડ્રોઇડ ૪.૩ (જેલી બીન) અને તેનાથી ઉપરના તમામ સ્માર્ટફોન્સ માટે ગુગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ બનશે. જા તમારા શહેરમાં નેબરલી હજી સુધી ઉપલબ્ધ ન બન્યું હોય તો અમારા વેઇટલિસ્ટમાં જાડાવો અને તમારા નેબર્સને આમંત્રિત કરો. અમે ટૂંક સમયમાં ભારતના અન્ય પ્રદેશોમાં તેને વિસ્તારીશું.