પોતાની ડિજિટલ પેમેન્ટ એપ તેજ પર નવા ફિચર્સ ઉમેરવાનું ચાલુ રાખીને ગૂગલ ઈન્ડિયાએ થોડી મિનિટોમાં નહીં પણ સેકન્ડોમાં જ યુઝર્સને કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના તેમના બિલ ચૂકવવાની સવલત મળે એ માટે ખાસ ડિઝાઈન્ડ ફિચર ગૂગલ ઈન્ડિયાએ ઉમેર્યુ છે. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના ઈલેકટ્રીસિટી પ્રોવાઈડર્સ જેમકે ગેસ, વોટર, ડિટીએચ અને મોબાઈલ પોસ્ટપેઈડ બિલ્સ અને રિચાર્જ સહિતના ૮૦થી વધુ બિલર્સ માટે સપોર્ટ શરૂ કરવામાં આવ્યો છે. નવા બિલ પે ફિચરમાં ગુજરાતના મોટા યુટિલિટી સપ્લાયર્સ જેમકે અદાણી ગેસ, ગુજરાત ગેસ લિમિટેડ, ટોરન્ટપાવર, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્યગુજરાત વીજ કંપની લિમિટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની વીજ કંપની લિમિટેડ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ અને દમણ અને દિવ ઈલેકટ્રીસિટી ડિપાર્ટમેન્ટનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કંપનીઓ જેમકે રિલાયન્સ એનર્જી, બીએસઈએસ અને ડિશ ટીવી તથા સમગ્રપણે તમામ રાજ્યો અને ભારતના મેટ્રો શહેરોને આવરી લેવાયા છે.
રિકરીંગ બિલ પેમેન્ટસ માટે, તેજ યુઝર્સને સમયસર નોટિફિકેશન તેમના બિલ આવશે ત્યારે મોકલે છે અને યુઝર્સ તેમણે ભરપાઈ કરવાના બિલ જોઈ શકશે અને માત્ર બિલરનું નામ તેમના તેજ હોમ સ્ક્રીન પર ટેપ કરીને બિલ ચૂકવી શકશે. યુઝર્સ બિલ પ્રમાણે અગાઉ કરાયેલી ચૂકવણી જોઈ શકશે તેમજ મલ્ટીપલ એકાઉન્ટસથી બિલ્સ મેનેજ થઈ શકશે. ભારત બિલ પે સિસ્ટમને સપોર્ટ કરવાની સાથે મોટાભાગની યુટિલિટીઝ યુઝર્સને તેજ દ્વારા નવા બિલ અંગે એલર્ટ આપે છે.
નવા બિલ પેમેન્ટ ફિચરના લોન્ચ અંગે નેકસ્ટ બિલિયન યુઝર્સ પેમેન્ટ અને કોમર્સના વાઈસ પ્રેસિડન્ટ ડાયેના લેફિલ્ડે કહ્યું હતું, ‘અમને આનંદ છે કે તેજને તેમના યુઝર્સના વધતા બેઝને વધુ નવી ફંકશનાલિટી આપી રહ્યા છીએ. આજે અમે તેજમાં ખાસ ડિઝાઈન કરાયેલ બિલ પે એક્સ્પિરિયન્સને ઉમેરી રહ્યા છીએ. જેમાં વીજળી, પાણી, ગેસ, ડીટીએચ અને વીમા સહિતના બિલ પેમેન્ટસની વિશાળ રેન્જ યુઝર્સને મળશે. અમને આશા છે કે યુઝર્સ આ તેજ પરની નવા બિલ પેના અનુભવ માટેની સરળતા અને સમયની બચતને આવકારશે.’
બિલ પેમેન્ટ ફિચર કઈ રીતે કામ કરે છે?
ગ્રાહકો તેમના શહેર અને રિજિયન પર વિવિધ બિલર્સ જોઈ શકશે અને યુઝર્સ તેમને નામથી સર્ચ કરી શકશે. એકવાર યુઝર્સ તેમના બિલરને શોધી લે પછી તેઓએ તેમના તેજ સાથે જોડાયેલ એકાઉન્ટ સાથેનો નંબર એન્ટર લખવાનો રહેશે અને તેને યાદ રાખવા માટે એક સરળ નામ આપવાનું રહેશે.
એકવાર યુઝર્સ તેમના એકાઉન્ટને લિન્ક્ડ કરી દે પછી મોટાભાગના બિલ્સ માટે તેજ આપોઆપ ચેક કરશે કે કોઈ બિલ જનરેટ થયું છે કે કેમ. યુઝર્સે માત્ર ન્યૂ પેમેન્ટ અને ત્યારપછી પે યોર બિલ્સ પર ટેપ કરવાનું રહેશે. દરેક ન્યૂ બિલર માટે આ મહિને ચૂકવણી કરવા માટે, તમે રૂ. ૧૦૦૦ સુધીનું સ્ક્રેચ કાર્ડ મેળવી શકો છો.
તમામ ૮૦થી વધુ બિલર્સની યાદી ઓનલાઈન ઉપલબ્ધ છે.
ભારત સરકાર દ્વારા સપોર્ટેડ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) પર આધારિત તેજ એ સરળ અને સિક્યોર મોબાઈલ એપ ડિજિટલ પેમેન્ટ માટે છે. જેમાં ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવાનો છે.