થિયેટર રસિકો અને રામ ભક્તો માટે ખુશખબર !!! આશુતોષ રાણા, રાહુલ આર ભુચર સહીત અનેક અગ્રણી થિયેટર આર્ટિસ્ટ એક મંચ પર લાવતું મહાકાવ્ય “હમારે રામ” અમદાવાદમાં ……

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

Ahmedabad: ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વપૂર્વક “હમારે રામ” રજૂ કરે છે, જે મહાકાવ્ય પ્રમાણનો થિયેટર એક્સ્ટ્રાવેગેન્ઝા છે. ગૌરવ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત, આ ભવ્ય ઓપસ રામાયણના અભૂતપૂર્વ દ્રશ્યો દર્શાવે છે, જે સ્ટેજ પર અગાઉ ક્યારેય બતાવવામાં આવેલ નથી. બોલિવૂડના અગ્રણી આશુતોષ રાણાએ રાવણની આઇકોનિક ભૂમિકા ભજવી છે, પ્રશંસનીય અભિનેતા રાહુલ આર ભુચર ભગવાન રામ તરીકે, ડેનિશ અખ્તર ભગવાન હનુમાન તરીકે, તરુણ ખન્ના ભગવાન શિવ તરીકે, હરલીન કૌર રેખી માતા સીતા તરીકે, અને કરણ શર્મા સૂર્યદેવ તરીકે જોવાં મળશે. થિયેટરની દુનિયાના કુશળ કલાકારો પણ જોવા મળશે. હમારે રામનું પ્રીમિયર 22 અને 23 જૂન 2024ના રોજ અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં થશે. અમદાવાદ 22મી જૂને ગોલ્ડન જ્યુબિલી શોનું સાક્ષી બનશે !

Aashotosh Rana 2

શ્રાવ્ય અનુભવને શ્રેષ્ઠ બનાવવા મહાન ગાયકો કૈલાશ ખેર, શંકર મહાદેવન અને સોનુ નિગમે “હમારે રામ” માટે વિશિષ્ટ રીતે રચાયેલી મૂળ રચનાઓમાં તેમના અવાજોનું યોગદાન આપ્યું છે. આ ગ્રાન્ડ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ, એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ, પાવરફુલ ડાયલોગ્સ, સોલ સ્ટીરિન્ગ મ્યુઝિક, વાઇબ્રન્ટ કોરિયોગ્રાફી, ઉત્કૃષ્ટ કોસ્ચ્યુમ અને સ્ટેટ- ઓફ- ધ- આર્ટ લાઇટ્સ અને સ્પેશિયલ ઇફેક્ટ્સનું વચન આપે છે. પ્રેસ કોન્ફરન્સમાં એક્ટર આશુતોષ રાણા, ફેલિસિટી થિયેટરના એમડી અને નિર્માતા રાહુલ ભુચર અને રાઇટર- ડૉ. નરેશ કાત્યાયન ઉપસ્થિત રહ્યાં હતા.

hamre ram

ફેલિસિટી થિયેટરના નિર્માતા અને એમડી રાહુલ ભુચર વ્યક્ત કરે છે કે, “હમારે રામ” રામાયણ કથામાં એક નવો પરિપ્રેક્ષ્ય લાવવા માટે ઝીણવટપૂર્વક રચવામાં આવી છે, જે યુવા પેઢીને આકર્ષિત કરશે. આશુતોષ રાણાનું રાવણનું ભાવનાત્મક ચિત્રણ, આઇકોનિક પ્લેબેક સિંગર્સની સંગીત પ્રતિભા સાથે, ભગવાન રામ માટે પુન: આદર દર્શાવતા, સાંસ્કૃતિક યાત્રાનું વચન આપે છે. દિગ્દર્શક ગૌરવ ભારદ્વાજ, એક ટોચના એડ ફિલ્મ નિર્માતા, આ પ્રયાસમાં ગતિશીલ અભિગમ ઉમેરે છે અને પ્રેક્ષકો આ વિઝ્યુઅલ સ્પેક્ટેકલ દ્વારા મંત્રમુગ્ધ થવા માટે તૈયાર થઈ શકે છે.”

“હમારે રામ” ની વિશિષ્ટતા રામાયણમાંથી અકથિત વાર્તાઓના સાક્ષાત્કારમાં રહેલી છે. લવ અને કુશના પરિપ્રેક્ષ્યથી શરૂ કરીને, આ પ્લે ભગવાન રામને તેમની માતા સીતા વિશેના પ્રશ્નો પૂછપરછ કરે છે. લોર્ડ સન (સૂર્ય)ના લેન્સ દ્વારા, “હમારે રામ” પ્રેક્ષકોને ભગવાન રામ, સીતા અને તેમના શાશ્વત પ્રેમ, અગ્નિપરીક્ષાઓ, કસોટીઓ અને વિજયોની ટાઈમલેસ સ્ટોરી દ્વારા અનોખી જર્ની પર લઈ જાય છે.

આ મોન્યુમેન્ટલ પ્રોડક્શન રામાયણના અસંખ્ય પ્રકરણોને સ્ટેજ પર પ્રગટ કરે છે, જેમાં લાઇટ્સ, બેકગ્રાઉન્ડ સ્કોર, LED બેકડ્રોપ્સ, બ્રીથટેકિંગ એરિયલ એક્ટ અને હાઇ-ટેક VFX મેજીકનો સમાવેશ થાય છે. “હમારે રામ” એ માત્ર એન્ટરટેઇન્મેન્ટ નથી; તે એક ક્લચરલ સેલિબ્રેશન છે, એક અનફર્ગેટેબલ એક્સપિરિયન્સ બનાવવા માટે ઇતિહાસ અને સંસ્કૃતિને એકીકૃત રીતે મિશ્રિત કરે છે. અદભૂત પરફોર્મન્સ, ભવ્ય લાઇટિંગ, મોહક એલઇડી, પ્રેરણાદાયક એરિયલ એક્ટ અને 50થી વધુ ડાન્સર્સના ગ્રુપ સાથે જોડાવા માટે તૈયાર રહો. માત્ર મનોરંજન કરતાં પણ વધુ, “હમારે રામ” એ એક સાંસ્કૃતિક ઉજવણી છે જેનો ઉદ્દેશ લાગણીઓને બહાર લાવવાનો , મનને આનંદિત કરવાનો અને આપણા સમૃદ્ધ વારસામાં ગૌરવ જગાડવાનો છે. ફેલિસિટી થિયેટરના ઝીણવટભર્યા પ્રયાસો સ્ટેજને કેનવાસમાં રૂપાંતરિત કરે છે જ્યાં પરંપરા અને નવીનતા એકીકૃત રીતે એકીકૃત થાય છે.

“હમારે રામ” માટે બુક માય શો પર ઉપલબ્ધ છે. તારીખ અને સમય: 22 અને 23 જૂન, 2024 સાંજે 4 કલાકે અને રાત્રે 8 કલાકે પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ, અમદાવાદ ખાતે યોજાશે. સ્ટોરીટેલિંગની સીમાઓને ફરીથી નિર્ધારિત કરવાનું વચન આપતી થિયેટ્રિકલ ઇવેન્ટનો ભાગ બનવાની આ તક ગુમાવશો નહીં.

Share This Article