મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ માટે ખુશખબર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતમાં જેટલો ક્રેઝ ક્રિકેટ માટે છે તેનાથી પણ વધારે ક્રેઝ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની માટે જોવા મળે છે. ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોની ઉપર 2016માં ફિલ્મ બની હતી જેનુ નામ એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી હતુ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં મહેન્દ્ર સિંહ ધોનીનુ પાત્ર સુશાંત સિંહ રાજપૂતે ભજવ્યુ હતુ. હવે કેપ્ટન કુલના ફેન્સ માટે એક નવી ખુશખબર આવી છે.

અંગ્રેજી વેબસાઇટ મિડ ડે અનુસાર મહેન્દ્ર સિંહ ધોની ફિલ્મની સિક્વલ બનવા જઇ રહી છે. આ ફિલ્મમાં ધોનીની અંગત લાઇફ વિશે બતાવવામાં આવશે. સાથે જ ધોનીની અંડરમાં ઇંડિયા જ્યારે વર્લ્ડ ચેમ્પિયન બને છે ત્યાર બાદની વાર્તા બતાવવામાં આવશે. આ ફિલ્મમાં આઇ.પી.એલ વિશે પણ દર્શાવવામાં આવશે. જેમાં ધોનીની કપ્તાનીમાં ચેન્નઇ સુપર કિંગ્સ આઇ પી એલ જીતે છે. ધોનીના ફેન્સને હવે આ ફિલ્મની આતુરતાથી રાહ રહેશે.

Share This Article