હાઈ લાઇફમાં લાગ્યું મેઘધનુષ્યનો વાદળી રંગ
વર્ષનું છેલ્લો મહિનો અને ગજબની શિયાળો ઋતુનું શરૂઆત, એટલે ફેશન પ્રેમીઓ માટે આનંદ નું માહૌલ અને એમાં ખાસ શિયાળાની ઋતુના ફેશન ટ્રેન્ડસ સાથે હાઈ લાઈફ એક્સહિબીશન ફરી આવી ગયો અમદાવાદમાં !! ૧૦મી અને ૧૧મી ડિસેમ્બર ના રોજ બે દિવસીય Hi-Life સંસ્કરણનું ફરી દ ગ્રાન્ડ ભગવતી ખાતે રજુઆત.
અમદાવાદ, : ડિસેમ્બર મહિનો એટલે શિયાળોનું ફેશન અને એક નવું વર્ષ ના સાથે સાથે ક્રિસ્ટ્મસ અને ઉજવણીનો મહિનો અને એ જ પળોને ખાસ બનાવા માટે અને આગામી બ્રાઇડલ અને શિયાળા સીઝનના નવા ફેશન ટ્રેન્ડસના સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન ફરી આવી ગયા છે અમદાવાદના ઘર આંગણે !! અમદાવાદના દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે 10 અને ૧૧ ડિસેમ્બર – ૨૦૨૩ના દરમિયાન આયોજિત આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાં થી ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શન્સનું રજુઆત કરવામાં આવ્યું છે.
ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનર્સના દ્વારા તાજગીપૂર્ણ રીતે બનાવેલ આગામી વર્ષ માટેના વિન્ટર ડિઝાઇન ટ્રેન્ડસ જોવા માટે તૈયાર રહો. Hi Life એક્ઝિબિશન – અમદાવાદ ફેશન ડિઝાઈનરો અને રસિકો માટે હાઇ ફેશન ડિઝાઇન્સ અને કારીગરી, લક્ઝ એક્સેસરીઝ, જ્વેલરી, બ્રાઇડલ આઉટફિટ્સ અને વધુની સ્ટાઇલનું સાચું સેલિબ્રેશન છે. હાઈ લાઈફ પ્રદર્શનોની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઈડલ વેર છે જે ગ્લિટ્ઝ, ટેન્ટાલાઈઝિંગ ટ્યુનિક, ચિક કેપ્સ, સેલિબ્રિટી સ્ટાઈલના જેકેટ્સ, સિઝલિંગ સિલ્કમાં ડ્રેપ્સ, કન્ટેમ્પરરી કટ્સમાં ક્રેપ, પેસ્ટલ પ્રિન્ટ્સ અને એમ્બ્રોઈંગ એમ્બ્રો સાથે ગ્રેસનું મિશ્રણ કરે છે. આ આવૃત્તિમાં તમારા વિન્ટર ફ્યુઝન ફેવરિટમાં ટ્રેન્ડી ટ્વિસ્ટનો અનુભવ કરો!
કાર્યક્રમના અનાવરણ એક ખાસ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમને મેઘધનુષ ૨૦૨૪ કોમ્યુનિટીનો બ્યુટીફૂલ બ્લૂઝ કહિ શકાય. કેપ્ટન પિંકી જોશીની આગેવાની હેઠણ આ ટીમ આગામી સમયમાં અંધ કન્યા પ્રકાશ ગૃહ સંસ્થાના છોકરીઓ જોડે કામ કરશે અને એના જીવનમાં સ્મિત લાવશે. પિંકી જી ના સાથે રીન્કુ શાહ, વૈશાલી વૈદ્ય, તૃપ્તિ વ્યાસ, ક્રિષ્ના કિન્નરીવાળા, બીજલ પટેલ, રિચા સિંહ, શ્રીમતી સ્મિતા શાહ, સમ્યક વૈદ્ય, મિથિલેશ ચુડગર, આકાશ યાદવ અને દક્ષેશ રાવળ એ આ કાર્યક્રમમાં ભાગ લીધા હતા.