અમદાવાદ : નવી યુગની ડિજિટલ વીમા કંપની ઝુનો જનરલ ઈન્શ્યુરન્સ વીમાની સરળ, મૈત્રીપૂર્ણ અને પારદર્શક બનાવવા માટે કટિબદ્ધ હોઈ તેની નવીનતમ માસ મિડિયા કેમ્પેન ગૂડ ડ્રાઈવર્સ ચૂઝ ઝુનો રજૂ કરવામાં આવી છે, જે તેની ફ્લેગશિપ પ્રોડક્ટ ઝુનો સ્માર્ટડ્રાઈવને સ્પોટલાઈટમાં લાવે છે. ભારતનો પ્રથમ ટેલિમેટિક્સ આધારિત, એપ- પ્રેરિત કાર ઈન્શ્યુરન્સ પ્રોગ્રામ સપ્તાહિક અને માસિક ગિફ્ટ વાઉચર્સથી નવીનીકરણ પ્રીમિયમ ડિસ્કાઉન્ટ્સ સુધી સ્થિર લાભો સાથે સુરક્ષિત ડ્રાઈવિંગને પુરસ્કૃત કરે છે. વાસ્તવિક અને અવાસ્તવિક જ્યાં જોડિયા દેખાવાનું શરૂ થાય, સર્વત્ર એઆઈ હોય, દરેક મિનિટે વિડિયો વાઈરલ થાય અને ઝડપ પર વધુ ધ્યાન અપાય છે તેવી આ દુનિયામાં ઝુનો સ્ક્રિપ્ટને પલટે છે.
કેમ્પેનમાં ત્રણ ડિજિટલ ફિલ્મો રજૂ કરાઈ છે, જે દર્શકોને લિવિંગ રૂમના સોફા પર આરામ ફરમાવતા એલિયન્સથી સીટબેલ્ટ સતર્ક ભૂતથી સહેજ મૂંઝવણમાં મુકાઈને મદદરૂપ થવાનો પ્રયાસ કરતા જીની સુધી મજેદાર અણધાર્યા સંજોગોમાં દર્શકોને લઈ જાય છે. ફિલ્મ દર્શાવે છે કે ઉત્તમ ડ્રાઈવિંગ માટે તેમને પુરસ્કૃત કરતા કાર ઈન્શ્યુરન્સ તરીકે કશું જ અવિશ્વસનીય મહેસૂસ થતું નથી. ઈન્શ્યુરન્સ આટલું સારું લાગે તો બધું જ સામાન્ય મહેસૂસ થાય છે.
તેના હાર્દમાં કેમ્પેન સહજ માનવી ઈનસાઈટને જીવંત કરે છેઃ ઉત્તમ ડ્રાઈવિંગ એ જવાબદારીની રોજબરોજની કૃતિ છે, જે અસલ સરાહનાની હકદાર છે. વિશાળ દર્શકો સાથે ઉપયોગ આધારિત કાર ઈન્શ્યુરન્સના આ લાભો આદાનપ્રદાન કરવા માટે ઝુનો દ્વારા નોન- ઝુનો યુઝર્સ માટે પણ ઝુનો ડ્રાઈવિંગ ક્વોશન્ટ (ઝેડડીક્યુ) ચેલેન્જની તેની ફ્લેગશિપ પહેલ રજૂ કરી છે. આ 5 દિવસના ફ્રી ટ્રાયલમાં ગ્રાહકોએ ફક્ત ઝુનો એપ ડાઉનલોડ કરવાનું રહેશે, પાંચ દિવસનું ડ્રાઈવિંગ આકલન પૂર્ણ કરવાનું અને કોઈ પણ ખર્ચ વિના પર્સનલાઈઝ્ડ ડ્રાઈવિંગ સ્કોર પ્રાપ્ત થશે. આ સ્કોર કાર ઈન્શ્યુરન્સ પર વધારાના ડિસ્કાઉન્ટ્સ અને ગિફ્ટ વાઉચર્સ ઉજાગર કરે છે, જેથી ઝુનો ગ્રાહકોને અસલ, માપક્ષમ નાણાકીય લાભો આપતી ઉચ્ચ સ્તરની, એપ આધઆરિત, પ્રી પરચેઝ ડ્રાઈવિંગ ટેસ્ટ ઓફર કરતી દેશમાં પ્રથમ વીમા કંપની છે.
યુઝર્સ સાપ્તાહિક અને માસિક ફ્યુઅલ અથવા શોપિંગ વાઉચર્સ કમાણી શકે છે, ઈન્શ્યુરન્સ નવીનીકરણ પર ડિસ્કાઉન્ટ્સ માણી શખે છે, સર્ટિફાઈડ સેફ ડ્રાઈવર સ્કોર (અને બ્રેગિંગ રાઈટ્સ!) પ્રાપ્ત કરી શકે અને તેમની ડ્રાઈવિંગની આદતોને સુધારવામાં મદદરૂપ થવા માટે ટ્રિપ- બાય-ટ્રિપ ઈનસાઈટ્સ મેળવી શકે છે. ટૂંકમાં ઝુનો સ્માર્ટડ્રાઈવ વીમાને વધુ મૈત્રીપૂર્ણ, વધુ જ્ઞાનાકાર અને ખરા અર્થમાં પુરસ્કૃત બનાવે છે.
આ કેમ્પેન પર બોલતાં ઝુનો જનરલ ઈન્શ્યુરન્સના માર્કેટિંગ અને પીઆરના હેડ કેતન માનકીકરે જણાવ્યું હતું કે, “ઝુનો સ્માર્ટડ્રાઈવ અસાધારણ પરિમાણ છે. તે લોકોને જવાબદાર ડ્રાઈવિંગ માટે રોજબરોજ છતાં અર્થપૂર્ણ રીતે પુરસ્કૃત કરે છે. અને પ્રોડક્ટ પોતે શ્રેણીમાં જૂની ઘરેડ તોડતી હોવાથી કેમ્પેન અનોખી પણ છે. ગૂડ ડ્રાઈવર્સ ચૂઝ ઝુનો સાથે અમે જૂની ઘરેડ તોડતી વાર્તા લાવ્યા છીએ, જે લોકોને તેમની સુરક્ષિત અને જવાબદાર ડ્રાઈવિંગ માટે તેમનો કાર ઈન્શ્યુરન્સ પુરસ્કૃત કરે ત્યારે તેઓ કેવી મજેદાર ગેરમાન્યતા મહેસૂસ કરે છે તે મઢી લે છે. આ નક્કર, રમતિયાળ છે અને ઝુનો ખાતે અમારા હાર્દનું વચન દર્શાવે છેઃ વીમો આસાન, સહજ અને ખરેખર પુરસ્કૃત બનાવવો.”
હેશટેગ ઓરેન્જના રિજનલ અને ક્રિયેટિવ હેડ વેસ્ટ ગૌરાંગ મેનને જણાવ્યું હતું કે, “અમે વર્ષોનાં વહાણાં વીતવા સાથે ખરેખર કશુંક ક્રિયેટિવ અને સ્ટ્રેટેજિક કામ કરી રહ્યા છીએ અને આ વખતે અમે એકત્રિત રીતે ઝુનો સ્માર્ટ ડ્રાઈવ જેવી અનોખી પ્રોડક્ટ લાવ્યા છીએ, જે હકદાર છે તે પ્રકારનો સંદેશ આપે છે. આ મોટે ભાગે દરેક લાક્ષણિક શ્રેણી પલટે તેવી કેમ્પેન નથી. અમને એલિયન્સ, ભૂત અને જીની જેવાં અણધાર્યાં પાત્રો સાથે ગૂડ ડ્રાઈવર્સ ચૂઝ ઝુનો કેમ્પેન જીવંત કરવાની મજા આવી. આવું કામ નક્કર આઈડિયામાં માને તેવી બ્રાન્ડ ટીમ વિના શક્ય નથી. કેતન અને સંપૂર્ણ ઝુનો ટીમનો વિઝનને ટેકો આપવા અને તેને આગળ ધપાવવા માટે ખૂબ ખૂબ આભાર.”
કેમ્પેન ઝુનોની એ કટિબદ્ધતા પર ભાર આપે છે કે વીમો આજના ગ્રાહકો માટે વધુ આસાન, મૈત્રીપૂર્ણ અને વધુ અર્થપૂર્ણ બનાવવો જોઈએ. મોજીલી, અણધારી રીતે જવાબદાર ડ્રાઈવિંગની ઉજવણી કરતાં ઝુનોનું લક્ષ્ય રસ્તા પર સુરક્ષિત આદતો પ્રેરિત કરવા સાથે તેના ગ્રાહકોના રોજબરોજના પ્રવાસમાંથોડી ખુશી લાવવાનું છે.
વ્યાપક 360 ડિગ્રી માર્કેટિંગ કેમ્પેન 25 ડિસેમ્બરથી 2-3 મહિના સુધી ચાલશે, જેની અગ્રતાની બજારોમાં ઉચ્ચ પ્રભાવશાળી એટીએલ અને બીટીએલ ચેનલો થકી વ્યાપ્તિ વધારાશે અને ડિજિટલ પ્રથમ વ્યૂહરચના છે.
ડિજિટલ પર આઉટરીચમાં સંપૂર્ણ ગૂગલ સ્યુટ, પ્રોગ્રામેટિક ડિસ્પ્લે નેટવર્કસ અને અવ્વલ સોશિયલ મંચો, જેમ કે, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંકેડિન, ટ્વિટર અને યુટયુબ, જેથી અચૂક લક્ષ્ય અને ઉચ્ચ સાતત્યતાભરી દ્રષ્ટિગોચરતાની ખાતરી રહેશ. કેમ્પેનને ઓટીટી ઈન્ટીગ્રેશન્સ, સિલેક્ટ પ્રીમિયમ પબ્લિશર્સ, ઈન્ફ્લુએન્સર જોડાણો, મેમ માર્કેટિંગ અને કન્ટેન્ટ- પ્રેરિત મંચો થકી વધુ મજબૂત બનાવે છે, જે દર્શકો તેમનો સમય વધુ વિતાવે ત્યાં તેમને સહભાગી કરવા માટે તૈયાર કરાઈ છે.
સમૂહ જાગૃતિ મહત્તમ બનાવવા માટે ગ્રાહકોના પ્રવાસમાં ડિજિટલને રેડિયો, ટ્રાન્ઝિટ મિડિયા અને સિનેમા નિર્માણ કરતી ઓમ્નીપ્રેઝેન્સના વ્યૂહાત્મક લેયરનો ટેકો છે.
એકંદરે મિડિયા મિક્સ 5 દિવસની ડ્રાઈવ ચેલેન્જમાં જાગૃતિથી અને સહભાગથી એપ અપનાવવું અને લાંબા ગાળાના પ્રોગ્રામ સહભાગ સુધી કન્ઝ્યુમર ફનેલના દરેક તબક્કામાં સક્ષમ પહોંચ, મજબૂત સહભાગ અને સાતત્યતાસભર વાર્તાકથનની ખાતરી રાખે છે.
