ગોલ્ડનું ટ્રેલર થયુ રિલીઝ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અક્ષય કુમારની આગામી ફિલ્મ ગોલ્ડનું ટ્રેલર રવિવારે રિલીઝ થયુ છે. જેમાં અક્ષય કુમાર એક બંગાળી બાબુનુ પાત્ર ભજવતો જોવા મળે છે. ગોલ્ડ ફિલ્મમાં અક્ષય કુમાર આઝાદી લઇને ભારત માટે ઓલમ્પિકમાં રમવાનું સ્વપ્ન સેવતો હોવાનુ જોવા મળશે. આઝાદી પહેલા ભારતના લોકોએ ગુલામીમાં શું કર્યુ છે અને રમત ગમતમાં ભારત ક્યા સ્થાને હતુ તે પણ આ ફિલ્મ દ્વારા જોવા મળશે.

ગોલ્ડ ફિલ્મને રિમા કાગતીએ ડિરેક્ટ કરી છે. ટ્રેલર એટલુ સુંદર છે કે, તેને જોઇને તમને ગુઝબમ્પ્સ થઇ જશે. દેશદાઝ દર્શાવતી આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ ભારતભરમાં રિલીઝ થશે. અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી સામાજીક ફિલ્મો જ કરતો હતો. હવે તેની આ ફિલ્મ દ્વારા તે દેશભક્તિ બતાવશે.

અક્ષય કુમારની સાથે આ ફિલ્મથી ડેબ્યુ કરવા જઇ રહેલી મૌની રોય પહેલા નાના પરદે કામ કરી ચૂકી છે. તેની આ પહેલી ફિલ્મ હશે, હવે આ ફિલ્મ બાદ તેને કેટલી ફિલ્મ મળે છે અને તે મોટા પરદે કેટલી સક્સેસફૂલ થાય છે તે તો સમય જ બતાવશે.

Share This Article