વૈશ્વિક સોલાર ઉત્પાદક અને ઇપીસી સર્વિસીઝ પ્રદાતા ગોલ્ડી સોલાર દ્વારા અવધ ગ્રુપ માટે સુરતના સૌપ્રથમ ટેક્સ્ટાઇલ માર્કેટને સોલારયુક્ત કરવા 100 KWના રૂફટોપ પ્રોજેક્ટને કાર્યરત કર્યો છે. આ પ્રોજેક્ટ સુરત જિલ્લાના હૃદયસમા ઉમરવાડામાં આવેલ છે. અવધ દેશભરમાં અદ્યતન આવાસ અને વ્યાપારી પ્રોજેક્ટ્સ સાથેની પ્રતિષ્ઠત રિયલ એસ્ટેટ કંપની છે.
ગોલ્ડી સોલારના ઉચ્ચ કાર્યક્ષમતાવાળા મોડ્યૂલ્સ વાર્ષિક ધોરણે 1,65,800KWh વીજળી ઉત્પન્ન કરશે અને 15.7 ટન Co2ને નિયંત્રિત રાખશે. અવધ ટેક્સ્ટાઇલ માર્કેટ વાર્ષિક અંદાજિત રૂપિયા 12.5 લાખ વીજળીની બચત કરશે.
ગોલ્ડી સોલારના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ઇશ્વરભાઇ ધોળકીયાએ આ સિદ્ધિ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે, “પરિવર્તનના કેન્દ્રમાં રહેવું અને ફરક લાવવાનું સારું લાગે છે. અમારું માનવું છે કે આ પ્રોજેક્ટ સુરતમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે સોલારના સર્વાંગી વિકાસને વેગ આપશે. અવધ ગ્રૂપને તેમની સોલારાઇઝેશન યાત્રામાં ટેકો આપવા બદલ અમને ગર્વ છે અને સુરતને સ્વચ્છ અને હરિયાળું શહેર બનાવવા માટે અન્ય લોકોને સોલાર અપનાવવા વિનંતી કરીએ છીએ ડાયમંડ અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગના અગ્રણી ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા બાદ સુરત સોલાર કેન્દ્રમાં વિકસવા સજ્જ છે. 10,000 ટેક્સ્ટાઇલ માર્કેટ્સથી વધુને સોલાર અપનાવવાથી મદદ થશે..”અવધ ગ્રૂપના ડિરેક્ટર અને પ્રેસિડેન્ટ લવજીભાઈ ડુંગરભાઈ ડાલિયાએ જણાવ્યું હતું કે, “અમે ગોલ્ડી સોલરને તેમના ગ્રાહકો સાથે ભાગીદારી કરવાની ક્ષમતા સાથે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, કામગીરી, ગ્રાહક કેન્દ્રિતતા માટે પસંદ કર્યું છે. તેઓ ભારતીય સૌર સોલાર ઉદ્યોગ અવકાશમાં ઘરેલું બ્રાન્ડ પણ છે. અમે આશા રાખીએ છીએ કે અવધ ગ્રુપ અન્ય વિવિધ સંસ્થાઓ માટે તેમની પાવર જરૂરિયાતો અને કાર્બન ઘટાડવામાં તેમની કંપનીમાં સંક્રમણ માટે સૌર ઉર્જા તરફ સ્થળાંતર કરવા માટે દાખલો બેસાડશે