અમદાવાદ : ફરી એકવાર અમદાવાદમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક વખત કરોડોનું સોનું જપ્ત કરાયું છે. અબુધાબીથી આવેલ બે મુસાફરો જીન્સમાં સોનું છુપાવી લાવ્યા હતા. બન્ને મુસાફરની એર ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા તપાસ કરાતા ૨ કરોડ ૭૭ લાખની કિંમતનું અંદાજિત ૩ કિલોથી વધુનું ગેરકાયદે સોનું ઝડપાયું છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસીની શંકાના આધારે તપાસ કરાઈ હતી. આ દરમિયાન તેમની પાસેથી ત્રણ કિલો સોનું અને બે સોનાની ગળાની ચેઈન મળી આવી હતી. હાલ બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે.
હાલમાં બન્ને આરોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ આ સોનુ કોની પાસેથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.